ધંધો કરવો છે તો આ ચાર P નું ધ્યાન રાખોઃ 80 રૂપિયાથી 800 કરોડના ટર્નઓવર આ ગૃહઉદ્યોગનું
૭૦ વર્ષ પહેલાની વાત છે. પૈસાની તંગી ત્યારે પણ હતી, આજે પણ છે. તો પછી મારી પાસે પણ પૈસા કમાવાના કેટેલાક સાધન કેમ ન હોય, ઘરની મહિલાએ આમ વિચાર્યું. ૧૫ માર્ચ, ૧૯૫૯ના દિવસે સાત મહિલાઓએ ઘરના ધાબે તડકામાં બેસીને પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું. તેમને બિઝનેસનું જ્ઞાન ન હતું. માત્ર એટલું જાણતા હતા કે અમારા હાથે પાપડ સારા બને છે.
એ સમયે, છગનલાલ પારેખ નામના સામાજિક કાર્યકર્તાએ મદદ કરી. રૂ.૮૦ની લોન લીધી અને થોડું જ્ઞાન પણ. શરૂઆતમાં મહિલાઓ બે પ્રકારના પાપડ બનાવતી હતી. એક સારી ક્વોલિટીના અને એક સાદા. છગન-ભાએ ત્યારે મૂળ મંત્ર આપ્યો. બેન, એક જ પાપડ બનાવો, બેસ્ટ ક્વોલિટીના. તો જ તમારું નામ ફેમસ થશે અને પાપડ દરેેક જગ્યાએ વેચાશે. બન્યું એવું જ. આજે લિજ્જત પાપડ દરેકના ઘરમાં હોય છે. રૂ.૮૦થી શરૂ કરેલા ધંધાનું ટર્નઓવર આજે રૂ.૮૦૦ કરોડથી વધુનું છે.
આ સ્ટોરી એટલા માટે શેર કરી રહી છું, કે છેલ્લો લેખ વાંચીને મને એટલી બધી મહિલાઓએ ઈમેલ મોકલ્યા હું પણ ચક્તિ રહી ગઈ. એટલે આજના લેખ દ્વારા તમને ગાઈડ કરવાનો એક પ્રયાસ છે. ધ્યાનથી વાંચો અને સમજાે. વાત સરળ છે. બિઝનેસની ભાષામાં ૪ પીનું ધ્યાન રાખવાનું છે.
પ્રોડેક્ટ- કોઈ એવી પસંદ કરો જે તમે શ્રેષ્ઠ રીતેે બનાવી શકો છો અને જેની ડિમાન્ડ પણ હોય. જેમકે આજકાલની મહિલાઓ પાસે ઘરે મીઠાઈ, નમકીન, અથાણું બનાવવાનો સમય નથી, પરંતુ ખાવું બધાને છે. તો તમે કોઈ એક આઈટમ, જેમાં તમે માસ્ટર છો, તેને પસંદ કરી લો. પરંતુ જેવી રીતે છગનભાઈએ કહ્યું, ક્વોલિટી શ્રેષ્ઠ રહેવી જાેઈએ. દેશી ઘીના લાડુમાં ઘી પણ શ્રેષ્ઠ જ વાપરો. જમ્યા પછી લોકોને લાગવું જાેઈએ કે, હવે બીજીવાર આ જ ખાવું છે.
પ્રાઈઝઃ હવે અનેક મહિલાઓ ફર્સ્ટ-કલાસ પ્રોડક્ટ તો બનાવે છે, પરંતુ એટલા ઓછા ભાવે વેચે છે કે નફો થતોે નથી. એટલે દરેક વસ્તુનો હિસાબ રાખો. દસ લાડુ બનાવવામાં કેટલી બુંદી, ખાંડ, ઘી વપરાય છે. વસ્તુની પડતર કિંમત કાઢવી જરૂરી છે. તમે જથ્થાબંધ બજારમાંથી ઓછા ભાવે સામગ્રી લાવી શકો છો. પરંતુ તેમાં તમારો લોહી-પરસેવો રેડાય છે. તે હાલ મફત છે. પરંતુ સમયની સાથે તેનું પણ ફળ મળે છે.
પ્લેસઃ તમે પોતાનો માલ ક્યાં વેચશો ? પોતાના શહેરની કોઈ સારી દુકાન સાથે વાત કરી શકો છો કે, આ મારી પ્રોડક્ટ છે, તમે રાખો, લોકોને ગમશે. આ સરળ નથી, પરંતુ આદર, પ્રેમ અને થોડી જિદ્દ સાથે તેેમને રાજી કરી શકો છો. હવે તો ઓનલાઈન પણ વેચી શકાય છે. વોટ્સએપ મેસેજ કે સ્ટેટસ મૂકી દો. કદાચ પહેલો ઓર્ડર ત્યાંથી જ મળી જાય ? બસ, તેમાં ડિલિવરી ખર્ચ ઉમેરેવાનું ભૂલતા નહીં.
પ્રમોશનઃ ગ્રાહકને તમારી પ્રોડક્ટ અંગે કેવી રીતે ખબર પડશે ? આક સારી સ્ટ્રેટજી છે સેમ્પલિંગ. જેમકે દુકાને આવેલા લોકોને લાડુને એક ટુકડો ચાખવા આપો. હા, પોતાના બ્રાન્ડ નેમથી જ વેચો. તમેે કાનપુરના ફેમસ ઠગ્ગુ કે લડ્ડુ નામ સાંભળ્યું હશેે. આવું જ કોઈ યાદગાર નામ પસંદ કરો. તમને જે નામ સારું લાગતું હોય તે.
તમે વિચારતા હશો, એ બધા કામ હું એકલી કેવી રીતે કરીશ ?
આવા નેગેટિવ થિન્કિંગમાંથી બહાર આવવું પડશેે. રામે લંકા જીતી હતી, વાનર સેનાની મદદથી. તમારે પોતાની સેના બનાવવાની છે. કોલેેજમાં ભણતી તમારી પુત્રી સોશિયલ મીડિયામાં હોશિયાર છે. ઈન્સ્ટાગ્રામ પેજ બનાવવામાં તેની મદદ લો. હિસાબ-કિતાબ બાબતે બીકોમ ગ્રેજ્યુએટ ભાણીયાને પૂછઓ. ધંધો કરવે છે તો બોલ્ડ તોે બનવું જ પડશે.