Western Times News

Gujarati News

નાના બાળકો સ્ક્રીનના સંપર્કમાં આવવાથી ચીડીયા સ્વભાવના બની જાય છે

પ્રતિકાત્મક

બાળકોને નાના ટાસ્ક ક્રિએટીવિટી વધારશેઃ કંટાળીને મોબાઈલ પકડાવવાથી એકાગ્રતા ઘટે છે

(એજન્સી)લંડન, જાે તમારા બાળકની ઉંમરશ છે વર્ષથી ઓછી છે. અને તેને શાંત રાખવા ખવડાવવા અને મનાવવા માટે મોબાઈલ પર વીડીયો બતાવો છો તો આ સમાચાર તમારા માટે છે. નાના બાળકો સ્કીનના સંપર્કમાં આવવાથી ચીડીયા સ્વભાવના બની જાય છે. Small children become irritable with exposure to screens

તેવો ખુલાસો બ્રેઈનના નિષ્ણાત અને ન્યુરોસાઈકલોજીસ્ટ ડો.અલ્વારો બીલબાએ પોતાના સંશોધનો ટાંકીને કર્યો છે. વધુ પડતાં મોબાઈલના ઉપયોગી છે. વધુ પડતાં બાળકોની એકાગ્રતા ઘટે છે.

પોતાની રૂચીઓ પ્રત્યે લગાવ રહેતો નથી. જે તેમના જીવનમાં આગળ વધવા માટે એક મહત્વપૂર્ણ ફેકટર છે. તેઓ જણાવે છે કે સ્કીન પર વધુ સમય વિતાવવાથી બાળકોમાં અટેન્શન ડેફીસીટ ડિસઓર્ડર ડીપ્રેશન અને એડીકશન જેવી સમસ્યાઓ ઉદ્‌ભવે છે.

જેની અસર બાળકોના વ્યકિતત્વમાં લાંબા સમય સુધી રહેછે. આ સ્થિતીમાં તેઓ સલાહ આપે. છે. કે ભાવનાત્મક અને બૌદ્ધીક રીતે વિકસીત થયા પછી જ તેમના હાથમાં સ્ક્રીન ડિવાઈઝ આપવા જાેઈએ. ઘણાં માતા-પિતા બાળકોનું ધ્યાન ભટકાવવામાટે સ્કીનને જાેવા માટે પ્રોત્સાહીત કરતાં હોય છે.

જે બાળકોને ૮૦૦ સીસની મોટરબાઈક આપવા જેટલું ખતરનાક હશે, જે હમણાં જ ચલાવવાનું શીખ્યા હોય. ડો.બીલબાઓ બાળકના સ્વસ્થ વિકાસ માટે એક વૃક્ષના ઉછેરનું ઉદાહરણ આપતા કહે છે. કે બીજ થી પરીપકવતા સુધી બાળકોની શારીરિીક સુરક્ષા સલામત વાતાવરણ અને માતાપીતાના હાથે ઉછેરની જરૂર હોય છે. માતાપિતામાં બાળકોનો વિશ્વાસ પણ સકારાત્મક ભુમીકા ભજવે છે.

હાલનાં વર્ષોમાં બાળકોનીસ્કીન મીત્રતા ચિંતાનો વિષય છે. અભ્યાસ એ પણ સુચવે છે. કે બાળકોએ સ્કીન પર કેટલો સમય પસાર કરવો જાેઈએ ? ૧૮ મહીનાથી ઓછી ઉંમરના બાળકોને પરીવારના સભ્યો સાથે વીડીયો ચેટ સિવાય સ્કીનથી દુર રાખવા જાેઈએ. મતાપિતા ૧૮-ર૪ મહીનાનાં બાળકોને શૈક્ષણીક કાર્યક્રમો બતાવી શકે છે. ર-પ વર્ષનાં બાળકોમાં બિન શૈક્ષણીક સ્કીનનો સમય અઠવાડીયામાં ૩ કલાકથી ઓછો હોવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.