નાની આંખને આકર્ષક દર્શાવતી ટિપ્સ
આંખની સુંદરતા ચહેરાની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરે છે. એમાં જાે તમારી આંખ મોટી હોય તો તે કમાલની વાત છે, પરંતુ આંખ બહુ નાની હોય તો આઈ મેકઅપ એટલો આકર્ષક લાગતો નથી. આપણી અનેક ઈચ્છાઓ છતાં આપણે આંખની મોટી કરી શકતાં નથી, પરંતુ અમુક મેકઅપ ટિપ્સને ફોલો કરીને ઘરેબેઠાં આંખને મોટી અને સુંદર દર્શાવી શકો.
આંખનો આકાર
આંખને મોટી બનાવવા માટે મેકઅપની પસંદગી કરતાં પહેલાં આંખના આકારને સમજવો જરૂરી છે. તેથી મેકઅપની પસંદગી કરતાં પહેલાં આંખનો શેપ અને સાઈઝની અંદાજ લગાવી લો. એ માટે બ્યુટી એક્સપર્ટનો સંપર્ક કરી શકો છો.
બેસ્ટ આઈલાઈનર પસંદ કરો
આંખને મોટી બતાવવામાં આઈલાઈનર મુખ્ય ભૂમિકા ભજવે છે. આજે માર્કેટમાં અલગ અલગ આઈલાઈનર સરળતાથી મળે છે. તમારા બજેટ અને આંખ અનુસાર આઈલાઈનરની પસંદગી કરી શકો છો.
આઈલાઈનરના પ્રકાર
આઈલાઈનર અનેક ફોર્મમાં મળે છે. એમાં વોટરપ્રૂફ આઈ લાઈનર મહિલાઓની પહેલી પસંદ છે. અમુક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ જેલ આઈલાઈનર લગાવવાની સલાહ આપે છે. ઘણાંને આઈલાઈનરની એલર્જી હોય એવું પણ બને, જાે તમને એલર્જીની તકલીફ હોય તો કેક આઈલાઈનર તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
ગોળ આંખ પર આઈલાઈનર
તમારી આંખનો આકાર ગોળ અને નાનો હોય તો ફિશ ટેલ આઈલાઈનર પણ સરસ લાગશે. એ માટે આંખને થોડી બહાર કાંઢતાં હોય એ રીતે ક્લિક કરીને લગાવો. આખની નીચે પાતળી અને લાંબી આઈલાઈનર લગાવો. એનાથી તમારી આંખ મોટી અને સુંદર લાગશે.
લાંબી આંખ પર આઈલાઈનર
જાે તમારી આંખ નાની અને લાંબી હોય તો હાઈ વિગ આઈલાઈનર શેપ આપો. હાઈ વિંગ શેપ આપવા માટે આંખ પર કાજલને બદલે ગોલ્ડન કે લાઈટ કલરની આઈપેન્સિલ ટ્રાય કરો. એનાથી તમારી આંખની સાઈઝ મોટી લાગવા લાગશે. આઈ મેકઅપ માટે બ્લેકને બદલે વ્હાઈટ કલરની આઈ પેન્સિલ એપ્લાય કરો. એનાથી તમારી આંખ આકર્ષક દેખાશે. આઈલાઈનર લગાવવાની અનેક રીત છે. નાની આંખને મોટી બતાવવા આઈલાઈનર લગાવો એનાથી આંખ આકર્ષક દેખાશે. બીજું, આઈલાઈનર જાડી લગાવવાને બદલે પાતળી લગાવો. એનાથી આંખ મોટી અને સુંદર દેખાશે. એ પછી મસ્કરા લગાવી દો.
કટ ફ્રીઝ આઈ મેકઅપ
કટ ફ્રીઝ આઈ મેકઅપ ઓલટાઈમ ટ્રેન્ડમાં રહ્યો છે. જેમની આંખ નાની છે એમના માટે કટ ફ્રીઝ આઈ મેકઅપ બેસ્ટ છે. કટ ફ્રીઝ આઈ લુક કરવાથી તમારી આંખ મોટી લાગશે અને આઈ મેકઅપ નિખરી ઊઠશે.
હાઈલાઈટર
મેકઅપને હાઈલાઈટ કરવા હાઈલાઈટરનો ઉપયોગ થાય છે, પરંતુ જેમની આંખ નાની છે તેમણે આંખના ઈનર કોર્નરમાં હાઈલાઈટર લગાવવું જાેઈએ. હાઈ લાઈટરને બ્રો બોન પર પણ લગાવી શકો છો.