સ્માર્ટ મીટરમાં ૬.૨૯ લાખનું બિલ આવતાં મકાન માલિક ચોંક્યા

પ્રતિકાત્મક
અંકલેશ્વર, ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતાની સાથે જ લોકોનો વિરોધ શરૂ થયો હતો. સ્માર્ટ મીટરનું બિલ વધુ આવતુ હોવાથી લોકો તેનો વિરોધ કર્યો હતો.
રાજ્યમાં ડીવીવીસીએલ DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે અંકલેશ્વરમાંથી વધુ વીજ બિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું.
જોકે, ગતરોજ રાત્રીના સમયે ડીવીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. ૬.૨૯ લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.
મકાન માલિકે જણાવ્યુ હતું કે, આટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી હતી.