સીજી રોડ પર ર કરોડના ખર્ચે લગાવેલા સ્માર્ટ પોલ બંધ હાલતમાં
(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા રૂ.ર કરોડના ખર્ચે સીજી રોડ પર લગાવવામાં આવયેલા ૧૯ ચાઈનીઝ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલ હવે શોભાના ગાંંઠિયા’ બની ગયાં છે.
મ્યુનિ.તંત્રની બેદરકારીને કારણે બે વર્ષ પહેલાં લગાવેલા આ સ્માર્ટ પોલ હાલ બંધ છે. સ્ટ્રીટલાઈટની સાથે ડબલ્યુઆઈએફઆઈ વાહન તેમજ મોબાઈલ ચાર્જીગ સીસીટીવી ડિસ્પ્લે સહીતની સુવિધાઓથી સજજ આ સ્માર્ટ પોલ પૈકી મોટાભાગના પોલ બંધ હાલતમાં છે.
આ સ્માર્ટ પોલમાં કોઈપણ સ્થળે ચાર્જીગ થતું નથી, સ્પીકર વાગતા નથી અને પોલ પણ કટાયેલી હાલતમાં છે. અગાઉ આ પોલની વાઈફાઈ સહીતની તમામ જાણકારી ચાઈનીઝ કંપની પાસે જતી હોવાાથી ચીનની કંપની સાથે કરાર રદ કરી હવે ભારતીય સોફટવેરના ઉપયોગ કરવાની કવાયત હાથા ધરાઈહતી.
મેયરે જણાવ્યું હતું કે, સ્માર્ટ પોલ ટેકનીકલ કારણોસર બંધ છે. ચાલુ કરવાા સૂચના આપીશું. સીજી રોડને હાઈટેક બનાવવા વર્ષ ર૦ર૧માં ચીનની એક કંપની પાસેથી બે કરોડના ખર્ચે ૧૯ સ્માર્ટ વીજપોલ મંગાવાયા હતા. વાહન ચાર્જીગની સુવિધાથી સજજ ૧ર નાના પોલ ફૂટપાથા પર લગાવવામાં આવ્યા ાછે. તમામ સ્માર્ટ પોલમાંથી ૭ પોલ ૧૦ મીટર ઉચા જયાારે ૧ર પોલ ૪ મીટર ઉંચા છે.