Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંપૂર્ણ સુવિધાયુક્ત એસ્પિરેશનલ ટોઈલેટ બનાવશે

(પ્રતિનિધિ)અમદાવાદ અ.મ્યુ.કો. ના પબ્લીક ટોઇલેટ કોમ્યુનિટી ટોઇલેટ માંથી વર્ષ ૨૦૧૪થી પહેલાના બાંધકામ વાળા ટોઇલેટ આઉટડેટ, જર્જરીત, મર્યાદીત સુવિધા વાળા છે તે શૌચાલયો અંત્યાધુનિક સુવિધા વાળા ટોઈલેટ બનાવવાની જરૂરીયાત હોઈ જેમાં સેન્સર ધરાવતા સ્વાસ્થયપ્રદ ટોઈલેટસ, સેનેટરી નેપકીન વેચાણ મશીન, દીવ્યાંગ જનો માટે

ખાસ પ્રકારની સુવિધા, હાથ સુકા કરવા માટેની મશીનરી, બાળ મૈત્રીપૂર્ણ શૌચાલય, બાળકોના કપડા બદલવાની સુવિધા, તથા જાહેરાત માટેની જગ્યાઓ, બેઠક વ્યવસ્થા પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક તબીબી સારવાર માટેના સાધનોનું કબાટ, સ્ટીલ ફ્રેમ રસ્ટ્રકચર જેવી સુવિધાઓ હોય તે જરૂરી છે. તેથી મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા એસ્પિરેશનલ ટોઈલેટ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ રોડ બિલ્ડીંગ કમિટી ચેરમેન જયેશ પટેલના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ કોમ્યુનિટી ટોઇલેટ, પબ્લીક ટોઇલેટ, સ્માર્ટ ટોઇલેટ, પીક ટોઇલેટ જેવા વિવિધ પ્રકારના ટોઇલેટની સુવિધાઓ શહેરી જનોને પુરી પાડવામાં આવે છે, આ સુવિધાને સુદૃઢ કરવા વાણીજ્ય, પ્રવાસન અને વધારે અવર જવર વાળા સ્થળો

જેવા કે કાંકરીયા, સિંધુ ભવન રોડ, સરખેજ ગાંધીનગર હાઈવે, સાબરમતી ગાંધી આશ્રમ, કાલુપુર રેલ્વે સ્ટેશન, સીજી રોડ, વરત્રાપુર તળાવ વિસ્તાર, અમદાવાદ-વડોદરા વે એપ્રોચ, અડાલજ, આનંદ નગર સુવિધાઓરોડ, ગુકુળ વિસ્તાર, ગીતા મંદિર બસ સ્ટેશન, યુનિવર્સિટી વિસ્તારમાં અંત્યાધુનિક સુવિધાઓથી સજ્જ અને રીફ્રેશમેન્ટ, રીટેલ શોપ, કાફે જેવી અન્ય સુવિધાઓ સાથેનું ટોઇલેટ બનાવવામાં આવશે.

એસ્પીરેશનલ ટોઇલેટ બનાવવાની કામગીરી કરવા માટે રીક્વેસ્ટ ફોર પ્રપોઝલના માધ્યમથી ટેકનીકલ કવોલીફકેશન અને ફાયનાસિયલ ક્વોલીફીકેશનના આધારિત મંગાવવામાં આવ્યા હતા. રીક્વેસ્ટ ફોર પ્રપોઝલ માં સૌથી વધુ ગુણભાર ધરાવતા કોન્ટ્રાકટર ટોઇલેટ એન્ડ ટોઇલેટ પ્રા.લી દ્વારા ફીઝીબીલીટી સાઇટ સર્વે, એસ્ટીમેટ અને કંસેપ્ટચ્યુઅલ ડીઝાઇન, ફાયનલ થયેલ ડીઝાઇનના મોડલ (મિનિયેચર) તૈયાર કરવાના,

સિવિલ, ઇલેકટ્રીકલ, પ્લંબિંગ વગેરે કામના વર્કગ ડ્રોઇંગ તૈયાર કરવામાં આવશે તેમજ સર્વે કર્યા બાદ સ્થળની પસંદગી અને સ્થળ પરીસ્થિતી મુજબ તે લોકેશન પ્રમાણે થીમ બેઝ ડીઝાઈન મુજબ શહેરની ૨૦ જગ્યાઓએ નવા વિવિધ પ્રકારની અંત્યાધુનિક સુવિધાવાળા એસ્પિરેશનલ ટોઇલેટ તૈયાર કરવામાં આવશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હયાત જર્જરીત કોમ્યુનિટિ ટોઇલેટ અને પબ્લીક ટોઇલેટનો સર્વે કરી જરૂરીયાત મુજબ તોડીને નવા કોમ્યુનિટિ ટોઇલેટ અને પબ્લીક ટોઇલેટ રૂ. ૨૦.૦૦ કરોડની મર્યાદામાં બનાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.