સુરતના સ્માર્ટ ચોર ગુગલનો સહારો લઈ ચોરી કરતા હતા
સુરત, સ્માર્ટ સિટી સુરતમાં ગૂગલની મદદ લઈને ચોરીની ઘટનાને અંજામ આપતા સ્માર્ટ ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. આ ચોરે સુરતની એક મોબાઇલની દુકાનમાંથી લાખો રૂપિયાના મોંઘા મોબાઈલની ચોરી કરી હતી.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચોરને મહારાષ્ટ્રના કલ્યાણ ખાતેથી ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે કાપોદ્રા વિસ્તારમાંથી લાખો રૂપિયાના મોબાઈલ ચોરી કરનાર આરોપી અમર વિજય ખરાટની મહારાષ્ટ્રના કલ્યાણ ખાતેથી ધરપકડ કરી.
આરોપીએ ૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાત્રી દરમિયાન કાપોદ્રા વિસ્તારની ગુજરાત મોબાઈલ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા ૧ લાખ રૂપિયા અને અલગ-અલગ કંપનીના કુલ ૫૦ મોબાઈલ જેની કિંમત ૨૮,૧૦,૬૬૯ એમ કુલ મળી ૨૯,૧૦,૬૬૯ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
જે સમગ્ર ઘટનાના સીસીટીવીમાં પણ સામે આવ્યા હતા. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્ક આઉટ કરી રહી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, આ ચોરી કરનાર આરોપી અમર વિજય ખરાટની મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પોહચી હતી આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી સાથે અન્ય એક આરોપી પણ છે જેનું નામ રામનિવાસ મંજુ ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. આ આરોપી રામનિવાસ સાથે એકટીવા મોપેડ ઉપર સવાર થઈ મુંબઈ કલ્યાણના ઉલ્લાનનગરથી બાય રોડ નવસારી ખાતે આવેલ ધોળાપીપળા મેઈન હાઈવે પર આવી એક હોટલમાં રોકાયા હતા. બાદમાં તેઓ બારડોલીના એક મોબાઈલ શોપમાં પણ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.
અંતે આરોપીઓએ ગૂગલ મારફતે મોબાઈલની દુકાન શોધતા તેઓને ગુજરાત નામની દુકાન મળી આવી હતી. જેથી તેઓ રાત્રી દરમિયાન ૨ વાગ્યે નવસારીથી નીકળીને કાપોદ્રા આવી પોહ્ચ્યા હતા અને ચોરીનો સમયે બંને આરોપીઓ સાથે જ હતા. ચોરી કર્યા બાદ ફરી પાછી નવસારીની હોટલમાં જઈ ત્યાં રોકાઈ સવારે ૧૦ વાગે ચેકઆઉટ કર્યા બાદ મુંબઈ જતા રહ્યા હતા.
આ બંને આરોપીઓની મુંબઈના જૈલમાં મુલાકત થઇ હતી. ત્યારબાદમાં બંને સાથે જ છૂટીને ગૂગલ મારફતે મોબાઈલની દુકાનો શોધતા અને ચોરીઓ કરતા હતા અને ચોરીઓ કરતા હતા. આ બંને આરોપીઓ વિરુદ્ધ મુંબઈમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનનો ગુના નોંધાયા છે. તો ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી રામનિવાસ મંજુ ગુપ્તાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.SS1MS