હાથથી નહીં પરંતુ નાકથી ટાઈપ કરે છે આ યુવક
રાજકોટ, કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. રાજકોટના દિવ્યાંગ વિદ્યાર્થીએ આ કહેવતને સાર્થક કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. સ્મિત ચાંગેલા નાનપણથી જ ન્યુરોપેથી નામના રોગથી પીડાય છે. પરંતુ તેણે પોતાની નબળાઈને જ પોતાની તાકાત બનાવીને તેને આર્ત્મનિભર બનવું છે.Smit Changela was honored by the India Book of Records
આ વિદ્યાર્થી જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IPS ઓફિસર બનવા માગે છે. અત્યારે આ વિદ્યાર્થીએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે નાકેથી ૬૦ સેકેન્ડમાં ૧૫૧ કેરેક્ટર, ૩૬ શબ્દો ટાઈપકરી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન મેળવ્યું છે. સ્મિત ચાંગેલાએ જે અત્યારે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.
સ્મિતને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૭ પીઆર આવ્યા હતા.અને ગુજરાત બોર્ડમાં ત્રીજાે નંબર અને વિકલાંગ કેટેગરીમાં સ્મિતનો પહેલો નંબર આવ્યો હતો.જેથી મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્મિત ચાંગેલાનું સન્માન કરવામાં આવ્યું છે. જે મામલે સ્મિતે કહ્યું કે તેને ૬૦ સેકેન્ડમાં નાક દ્વારા ૧૫૧ કેરેક્ટરને ૩૬ શબ્દોમાં નાક દ્વારા ટાઈપ કર્યા હતા.નાકના ટેરવા દ્વારા તેને શબ્દો મોબાઈલ સ્ક્રીન પર ટાઈપ કર્યા હતા. જે બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સ્મિતનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેને એક કિટ પણ આપવામાં આવી છે.
સ્મિત છેલ્લા ૩-૪ વર્ષથી નાક દ્વારા ટાઈપિંગ કરે છે.પહેલા સ્મિત હાથે ટાઈપ કરતો હતો.પણ વધારે ટાઈપ કરે તો હાથ દુખવા લાગતો હતો.પણ પછી એક દિવસ નાક દ્વારા લખવાનો વિચાર આવ્યો અને તેને નાક દ્વારા લખવાનું શરૂ કર્યું.સામાન્ય વ્યક્તિનાક દ્વારા ટાઈપ કરે તો તેને દેખાઈ નથી.કારણ કે એટલુ નજીકથી લખવાનુ થાય.સામાન્ય રીતે ૨૫ સેમી અંતર હોય તો વ્યક્તિ મોબાઈલમાં સારી રીતે જાેઈ શકે. પણ સ્મિતને આ રીતે લખવામાં કોઈ સમસ્યા આવી ન હતી.
સ્મિત એટલા સ્પીડથી ટાઈપ કરે સામેવાળી વ્યક્તિને પણ ખબર નપડે કે સ્મિત નાક દ્વારા ટાઈપ કરે છે.સ્મિત ધોરણ ૧૦ બોર્ડમા હતો ત્યારથી તે ટ્રાઈ કરતો હતો.હવે તેની સ્પીડ વધારે વધી ગઈ છે.SS1MS