Western Times News

Gujarati News

પ્રજાના રૂપિયાનો ધુમાડોઃ AMCના 48 વોર્ડમાં 16 હજાર બાકડા મુકાશે

પ્રતિકાત્મક

કોર્પોરેટરોએ પાણી, ડ્રેનેજ કે લાઈટ માટે બજેટ ફાળવવાની જગ્યાએ બાંકડાઓ માટે બજેટ ફાળવ્યા છે.

(ર્દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરના વિકાસ માટે મ્યુનિ. કોર્પોરેટરોને દર વર્ષે ૩૦ લાખ રૂપિયાની ગ્રાંટ આપવામાં આવે છે સામાન્ય રીતે આ ગ્રાંટનો ઉપયોગ પ્રાથમિક સુવિધા માટે થાય તે જરૂરી છે પરંતુ મોટાભાગના કોર્પોરેટરોને પ્રજાના કામ કરતા પોતાના નામમાં વધુ રસ છે

તેથી જયાં તેમના નામની તકતી લાગે તેવા કામો પાછળ જ તેમનું બજેટ ફાળવતા હોય છે. ચાલુ નાણાંકિય વર્ષમાં કોર્પોરેટરોએ પાણી, ડ્રેનેજ કે લાઈટ માટે બજેટ ફાળવવાની જગ્યાએ બાંકડાઓ માટે બજેટ ફાળવ્યા છે. શહેરના ૪૮ વોર્ડમાં લગભગ ૧૬ હજાર બાંકડા માટે બજેટ આપવામાં આવ્યું છે.

આજનું વેસ્ટર્ન ટાઈમ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોને જે વાર્ષિક બજેટ આપવામાં આવે છે તેનો ઉપયોગ સ્વ પ્રચાર માટે થઈ રહયો છે. શહેરના અલગ અલગ વોર્ડમાં મળી ૧૬૧૦૦ બાંકડા માટે કોર્પોરેટરોએ બજેટ ફાળવ્યા છે જેમાં પણ મોટાપાયે વિસંગતતા જાેવા મળી રહી છે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિએ ટેક્ષચર ફિનીશ પિકાસ્ટ બાંકડા માટે ઠરાવ કર્યો હતો પરંતુ દરેક વોર્ડમાં અલગ અલગ પ્રકારના બાંકડા માટે ટેન્ડર મંજુર થઈ રહયા છે. મધ્યઝોનમાં એક જ કોન્ટ્રાકટરને ૩૬.૩૬ ટકા ઓછા ભાવથી ઓર્ડર આપવામાં આવ્યો છે

જેમાં કેટલીક જગ્યાએ માત્ર આરસીસી બાંકડા મુકવામાં આવ્યા છે જેના માટે બાંકડા દીઠ રૂા.ર૯૬૦ ચુકવાશે. જયારે ટેક્ષચર ફિનીશ બાંકડા માટે રૂા.૩પ૮૮ ચુકવાશે. મધ્યઝોનના તમામ ટેન્ડરની મંજુરી ડેપ્યુટી કમિશ્નર ઠરાવથી આપવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનના ત્રણ વોર્ડ માટે કુલ ૧૦૦૦ બાંકડાનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે

જેના માટે બાંકડા દીઠ રૂા.૩પ૯૬ ચુકવાશે આ ઝોનના ઘાટલોડિયા વોર્ડમાં ૬૬, થલતેજ વોર્ડમાં ૮૮, અને બોડકદેવમાં ૪૭ બાંકડા અત્યાર સુધી મુકવામાં આવ્યા છે તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં ૩૧૩૬ બાંકડા મુકવામાં આવશે જે પૈકી નારણપુરા વોર્ડમાં ૪૬ બાંકડા મુકાઈ ગયા છે

આ ઝોનના ચાંદખેડા વોર્ડમાં સૌથી વધુ ૬૪૪ બાંકડા માટે ટેન્ડર ઈનવાઈટ કરવામાં આવ્યા છે જેના માટે રૂા.રર૭૦૪૦પ ચુકવાશે. દક્ષિણ ઝોનમાં ર૮૮૩ બાંકડા માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે જેમાં લાંભા વોર્ડમાં માત્ર ર૧૪ બાંકડા મુકાશે જયારે ઈન્દ્રપુરી વોર્ડમાં ૧૪૦ બાંકડા માટે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે.

ઉત્તર ઝોનમાં કુલ ર૧૦૦ બાંકડા મુકવા માટે કોર્પોરેટર તરફથી માંગણી કરવામાં આવી છે. ઝોનના ઈન્ડીયા કોલોની વોર્ડમાં ર૩૭ બાંકડા મુકવામાં આવશે જેના માટે રૂા.૧૯૩૬૯૮૦ ના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે મતલબ કે ઈન્ડીયા કોલોની વોર્ડમાં એક બાંકડા દીઠ રૂા.૮૧૭ર ચુકવાશે જે અન્ય વોર્ડ કરતા અઢી થી ત્રણ ગણા વધુ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્ટેમ્બર ર૦૦૦માં બાંકડા માટે એક ખાસ પરિપત્ર કરવામાં આવ્યો હતો જે પરિપત્ર મુજબ જે ફુટપાથની પહોળાઈ અઢી મીટરથી વધારે હોય તે ફુટપાથ પર જ બાંકડા મુકવા. આ ઉપરાંત એક જ સ્થળે ચાર બાંકડાથી વધુ એક સાથે ન મુકવા. મ્યુનિ. શાળા, આંગણવાડી, સ્મશાન, કોર્પોરેશન હસ્તકના કોમન પ્લોટ, બગીચા, તળાવ વિગેરે સ્થળે બાંકડા મુકી શકાય છે પરંતુ નોન ટીપી રોડ પર બાંકડા મુકી શકાતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.