સ્મૃતિ મંધાનાને સાયન્સ લેવું હતું પણ બીજી બાજુ ક્રિકેટને છોડવું પણ ન હતું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુપરસ્ટાર ખેલાડીઃ સ્મૃતિ મંધાના
બે વખત ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનાર બીજી ક્રિકેટર સ્મૃતિ મંધાના છે, દમદાર બેટિંગ કરીને અનેક વખત ટીમને જીતાડી છે
વિસ્ફોટક બેટીંગ માટે સ્મૃતિ મંધાના આગવી ઓળખ ધરાવે છે. દમદાર બેટિંગ કરીને સ્મૃતિએ મહિલા ભારતીય ટીમને અનેક મેચ જીતાડ છે. અત્યારે તે જોરદાર કફોર્મમાં રમી રહી છે તેને રમતી જોઈને તે ઈતિહાસ સર્જશે એ તો નક્કી જ છે.
સ્મૃતિ મંધાનાએ થોડા સમય પહેલાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સતત બે મેચોમાં સદી ફટકારી છે. આ કરનાર એ પહેલી ભારતીય મહિલા પ્લેયર બની ગઈ છે. સાઉથ આફ્રિકા સામે બીજી વન-ડે મેચમાં ઉત્તમ બેટિંગ કરવા ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરી દીધી છે. Smriti Mandhana had to take up science but on the other hand did not want to give up cricket
કોઈને આશા નહોતી કે કેપ્ટન હરમનપ્રીત કૌર સાઉથ આફ્રિકા સામે સ્મૃતિ મંધાનાને બોલિંગ આપશે. સ્મૃતિએ કરિયરમાં પહેલી વખત બોલિંગ કરી અને બીજા જ બોલમાં વિકેલ લીધી એટલું જ નહીં આખી ઓવરમાં ફકત છ રન જ આપ્યા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કરોડરજ્જુ સમાન બની ચૂકેલી સ્મૃતિ મંધાનાની દિગ્ગજ એવી મિતાલી રાજની ઉત્તરાધિકારી બનવા સુધીની યાત્રા આકર્ષક અને રસપદ રહી છે.
“I have a huge crush on #HrithikRoshan, me and my brother are obsessed with his entry dance number in #Dhoom2” – Indian women’s cricket star and RCB Captain Smriti Mandhana 💟 pic.twitter.com/P11S4PE78L
— A🍁 (@KakotyAnkita) July 14, 2024
મહિલા ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની યાદીમાં સામેલ થનાર સ્મૃતિ મંધાનાએ ( Indian women’s cricket star and RCB Captain Smriti Mandhana) અનેક રેકોર્ડ બનાવ્યા છે. સ્મૃતિ મંધાનાનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૯૬માં મુંબઈમાં થયો હતો પરંતુ જ્યારે તે બે વર્ષની હતી ત્યારે તેમનો પરિવાર મહારાષ્ટ્રમાં સાંગલીના માધવનગરમાં જઈને વસ્યો. જ્યાં શરૂઆતના દિવસો પસાર કર્યા હતા તેથી સ્મૃતિએ સ્કૂલનો અભ્યાસ મહારાષ્ટ્રમાં થયો હતો. પિતા શ્રીનિવાસ મંધાના કેમિકલ ડિસ્ટ્રીબ્યુટર હતા જ્યારે માતા સ્મિતા ગૃહિણી છે.
ક્રિકેટ મંધાના પરિવારનો ભાગ રહ્યો છે કારણ કે પિતા જિલ્લા સ્તરે રમી ચૂકયા છે. તેમના ભાઈ શ્રવણ પણ ક્રિકેટ રમી ચૂકયા છે. શ્રવણ અત્યારે બેન્કર છે પરંતુ બેન્કર બન્યા પહેલાં મહારાષ્ટ્રક અંડર-૧૯ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકયા હતા. સંજાગવશાત ભાઈ શ્રવણ ક્રિકેટને કન્ટિન્યુ નહોતા કરી શકયા. પરંતુ સ્મૃતિના જીવનમાં તેની ઉપસ્થિતિએ તેને ક્રિકેટર બનવા માટે પ્રભાવિત કરી હતી. એવું પણ કહી શકાય કે ક્રિકેટનો ‘કે’ તે ભાઈ પાસેથી શીખી હતી. સ્મૃતિ કરતાં ચાર વર્ષ મોટા ભાઈ સાથે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પર જવાને કારણે યુવા સ્મૃતિમાં ક્રિકેટ પ્રત્યે રસ પેદા થયો અને એ ઝનૂનમાં પરિણમ્યો.
સ્મૃતિ કહે છે કે, હું સમજણી થઈ ત્યારે મારા ભાઈએ જૂનિયર સ્તરે ઉત્તમ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું. તેની નામ સ્થાનિક ન્યૂઝ પેપરમાં આવતું હતું. હું એ ન્યૂઝના કટિંગ કાપીને ભેગા કરતી હતી અને મનોમન ભાઈની જેમ ક્રિકેટ રમીને રન બનાવવાનું નક્કી કરી લીધું હતું. ભાઈ જ્યારે નેટ સેશનમાં જતાં ત્યારે હું તેમની સાથે જતી અને તે બોલને મારી તરફ ફેંકતા હતા જેથી પ્રેક્ટિસ કરી શકું.
સ્મૃતિ મંધાનાએ સાંગલીમાં એક જૂનિયર સ્ટેટ ટ્રેનર અનંત તાંબવેકર પાસે કોચિંગ લેવાનું શરૂ કર્યું. નવ વર્ષની નાની ઉંમરે સ્મૃતિ મંધાનાએ અંડર-૧પ મહારાષ્ટ્ર તરફથી રમવાનું શરૂ કર્યું હતું. ઉંમરમાં નાની હોવા છતાં તે એવું જોરદાર રમતી કે સિનિયર ખેલાડીઓ ઉપર હાવી જતી હતી. પરિણામે ૧૧ વર્ષની ઉંમરમાં તેને અડર-૧૯ સ્ટેટ ટીમમાં સામેલ કરવામાં આવી.
૧પ વર્ષની ઉંમરમાં સ્મૃતિ મંધાના પોતાની કરિયરના એવા વળાંક ઉપર આવીને ઊભી રહી જ્યા તેને સાયન્સ અને ક્રિકેટ બન્નેમાંથી એકની પસંદગી કરવાની હતી. સ્મૃતિને સાયન્સ લેવું હતું પણ બીજી બાજુ ક્રિકેટને છોડવું પણ ન હતું. તેથી છેવટે કોમર્સ લઈને આગળ ભણવાનું ચાલુ રાખ્યું. બારમું ધોરણ કોમર્સ સાથે પાસ કર્યું. સાંગલીમાં ચિંતામન રાવ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું. કોમર્સ લેવાને કારણે ક્રિકેટ વધારે સમય આપી શકી.
રસપ્રદ વાત એ છે કે સ્મૃતિ મંધાનાને રાહુલ દ્રાવિડ પાસેથી સ્પેશિયલ ભેટ મળી છે. જે અંગે તે કહે છે કે, ભાઈ શ્રવણનું એક વખત રાહુલ દ્રવિડ સરને મળવાનું થયું હતું ત્યારે તેમણે સરનું બેટ માંગ્યું હતું. રાહુલ સરે પોતાનું બેટ ભાઈને આપી દીધું અને બેટ ઉપર મારું નામ લખાવ્યું કારણ કે ભાઈને ખબર છે કે હું રાહુલ સરની બહુ મોટી ફેન છું. હું બેટ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ હતી. હું રાહુલ સરના ઓટોગ્રાફવાળા બેટને શો-પીસ તરીકે મૂકવા જઈ રહી હતી પરંતુ જેવું મેં બેટ પકડયું તો તેમાં અદ્દભૂત સંતુલનનો અનુભવ મને થયો.
મેં એ બેટથી રમવાનું શરૂ કરી દીધું. મારામાં આત્મવિશ્વાસનો સંચાર થયો અને મારું પરફોર્મન્સ પણ સુધરવા લાગ્યું. મેદાનમાં બેટિંગય કરીને લોકોના દિલ જીતનાર સ્મૃતિ મંધાના સાદગીપ્રિય છે. તેને મેકઅપ કરવો ગમતો નથી. તે ફટ રહેવા નિયમિત જિમમાં જાય છે અને રોજ ઈંડા તથા પ્રોટીન શેક પીએ છે.
આતો થઈ તેના ફિટનેસની વાત પરંતુ તેના એચિવમેન્ટ સામે નજર કરએ તો સ્મૃધિ મંધાના બહુ નાની ઉંમરમાં પ્રગતિના સોપાનો સર કરી ચૂકી છે. તે અત્યાર સુધીમાં છ હજાર કરતાં વધારે ઈન્ટરનેશનલ રન બનાવી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના એલિસે પેરી પછી બે વખત આઈસીસ મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનાર બીજી ક્રિકેટર સ્મૃતિ મંધાના છે. અત્યાર સુધીમાં દમદાર બેટિંગ કરીને અનેક વખત મહિલા ભારતીય ટીમને જીતાડ છે. ટી-ર૦માં ૩૦૦૦ રન કરનાર બીજી ભારતીય મહિલા છે અને વન-ડે ક્રિકેટમાં ૩૦૦૦ રન કર નાર ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે.
એટલું ઓછું હોય એમ ઓસ્ટ્રેલિયામાં એક દિવસીય અને ટેસ્ટ શતક બનાવનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની ગઈ છે. સૌથી નાની ઉંમરે ટેસ્ટ મેચમાં કેપ્ટન બનવાનો રેકોર્ડ પણ સ્મૃતિના નામે છે. આમ સ્મૃતિ મંધાના અનેક રેકોર્ડ બનાવી ચૂકી છે અને હજુ આ દિશામાં વાયુવેગે આગળ વધી રહી છે.