Western Times News

Gujarati News

લો બોલો ! તસ્કરો પ્લોટમાં મૂકેલી 27 લાખની 155 સોલાર પેનલો ચોરી ગયા

Gujarat’s Total Renewable Energy Installed Capacity stands at 19,415 MW

પ્રતિકાત્મક

વીરવાવ ગામેથી ર૭.૩૦ લાખની સોલાર પેનલોની ચોરી

ટંકારા, ટંકારાના વીરવાવ ગામે ખુલ્લા પ્લોટમાંથી તસ્કરો ર૭.૩૦ લાખની સોલાર પેનલો ચોરી કરી લઈ ગયા હતા. એન્જીનિયરેેેે ૧પપ પ્લેટો ચોરી થયાની ફરીયાદ નોંધી વધેુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. Smugglers stole 155 solar panels worth 27 lakhs placed in the plot

જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટમાં પુસ્કર ધામ રોડ પર રહેતા અને ઓનિકંસ સ્ટ્રકચર લીમીટેડ નામની સોલાર પાવર પ્લાન્ટ ઈન્સ્ટોલેશનનું કામ કરતી કંપનીમાં એન્જીનિયર તરીકેેે ફરજ બજાવતા ખીલનભાઈ હરેશભાઈ સાંવલિયાએ

ટંકારા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર તેમની કંપની ટ્‌કારાના વીરવાવ ગામે જુદા જુદા સર્વે નંબર ઉપર સોલાર પેનલો લગાવવાની કામગીરી કરતી હોય જેથી વીરવાવ ગામે વિક્રમસિંગ ચકુભા જાડેજાનો ખુલ્લો પ્લોટ ભાડે રાખી તેમાં સોલાર પેનલો રાખેલી હોય.

દરમ્યાનમાં ગત તા.૧૪ના રોજ રાત્રીના મસયે કોઈ અજાણ્યા શખ્સે ખુલ્લા પ્લોટમાંથી સોલાર પેનલો નં.૧પપ, (કિંમત રૂા.ર૭.૩૦,૭ર૮) ની કોઈ વાહનમાં ભરી ચોરી કરી લઈ ગયા હોય જે અંગેની ફરીયાદ નોંધાવતા ટંકારા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ શોધખોળ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.