એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરોઃ ૧.૮૦ લાખના માલમત્તાની ચોરી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરની સાંઈ શુકન એપાર્ટમેન્ટમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ૧.૮૦ લાખના માલમત્તાની ચોરીની ધટના બનતા મકાન માલિકે અંક્લેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના કાજી ફળિયા સ્થિત હલીમશાહ રોડ ઉપર આવેલ સાંઈ શુકન એપાર્ટમેન્ટમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ ૧.૮૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.અંકલેશ્વર શહેરના કાજી ફળિયા સ્થિત હલીમશાહ રોડ ઉપર આવેલ સાંઈ શુકન એપાર્ટમેંટના મકાન નંબર ૩૦૭ માં રહેતા
સોનલબેન ધર્મેન્દ્રકુમાર ચોકડી ગત તારીખ ૨૫ મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરનું તાળું મારી હાંસોટ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુનું અવસાન થતાં મરણ પ્રસંગે ગયા હતા જ્યાં તેઓ રોકાયા હતા તે દરમ્યાન તારીખ ૨૫ મી ફેબ્રુઆરીથી ૨૮ મી ફેબ્રુઆરી સુધી વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોનાના ઘરેણાં મળી કુલ ૧.૮૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે વિધવા મહિલાએ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.