નરોડામાં EPFO બિલ્ડિંગમાંથી મટીરીયલની તસ્કરી
દરિયાપુરમાં દુકાનનું શટર તોડીને ૪.૨૬ લાખ રોકડ ચોરીને ફરાર-બંને કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી
અમદાવાદ, શહેરના દરિયાપુર અને નરોડા વિસ્તારમાં ચોરીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં દરિયાપુરમાં દુકાનનું શટર તોડી ૪.૨૬ લાખની રોકડ ચોરી તસ્કર પલાયન થઇ ગયા હતા. જ્યારે નરોડામાં નવી બનીરહેલી ઇપીએફઓ બિÂલ્ડંગમાંતી મટીરીયલની ચોરી થઇ છે. બંને કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.
સરદારનગરમાં રહેતા ચંદ્રલાલ ચાવલા કાલુપુર ચોખા બજારમાં દુકાન ધરાવીને બેકરીની ચીજવસ્તુઓનો ધંધો કરે છે. ગત ૭ માર્ચે તેઓ રાત્રીએ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને બીજા દિવસે રજા હોવાથી તેઓ દુકાને આવ્યા હતા. પરંતુ સાંજના સમયે તેમના પાડોશી દુકાનદારે ફોન કરીને જણાવ્યુ કે તમારી દુકાનનું શટર અડધુ ખુલ્લુ છે. જેથી ચંદ્રલાલ તાત્કાલિક દુકાને પહોચ્યા હતા. અને ટેબલના ડ્રોવરમાં તપાસ કરતા ધંધા માટે મૂકેલ રોકડ રૂ. ૪.૨૬ લાખ ગુમ હતા. જેથી અજાણ્યો શખ્સ દુકાનનું તાળુ તોડીને ઘૂસીને રૂપિયાની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે ચંદ્રલાલભાઇએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે વટવા રહેતા હામીદ કલબેહુસેન સૈયદ નરોડા ખાતે નવી બનીરહેલી ન્યૂ ઇપીએફઓ બિÂલ્ડંગની સાઇટ પર ફરજ બજાવે છે. જ્યાં ઇલેક્ટ્રીક સહિતની કામ ચાલુ છે. ગઇકાલે તેઓ બિÂલ્ડંગના મુખ્ય દરવાજાને લોક મારી ઘરે ગયા હતા. આજે સવારે પરત આવતા લોખંડની પાઇપ, લોખંડના સોકેટ, ઇલેક્ટ્રીક અને ફાયર બ્રિગેડને લગતી પાઇપ સહિત ૮૨ હજારનું મટીરીયલ ગુમ હતું. જેથી તેમણે પોલીસને જાણ કરી હતી. આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.