Western Times News

Gujarati News

Snack Video એપ ઉપર લાગી શકે છે પ્રતિબંધ

નવી દિલ્હી,ભારત સરકાર આ વર્ષે આશરે 200થી વધારે ચાઈનીઝ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ટિકટોક, પબજી અને યુસી બ્રાઉઝર જેવી લોકપ્રિય એપ્લીકેશનનો પણ સમાવેશ થાય છે. પ્રતિબંદ બાદ ચાઈનીઝ એપ્સ કેટલાક લાઈટ વર્ઝનમાં ભારતમાં કામ કરી રહી છે. તે સિવાય કેટલીક એપ્લીકેશન એવી છે કે જેનું નામ બદલીને ભારતમાં લોન્ચ કરવામાં આવી હોય અને ધ્યાન રાખવાની વાત તો એ છે કે આવી એપ્સ ઘણી વાયરલ થઈ રહી છે.

આ એપ્સમાં એક નામ Snack Videoનું છે. જેને પ્રતિબંધિત થયેલી Kwai એપનો નવો અવતાર માનવામાં આવે છે. ગુગલ પ્લે સ્ટોર ઉપર સ્નેક વીડિયો ટોપ ટ્રેડિંગમાં દેખાઈ રહ્યું છે અને ભારતમાં તેને 10 કરોડથી વધારે લોકો ઉપયોગ કરી રહ્યાં છે. સ્નેક વીડિયો એપની લોકપ્રિયતાનો અંદાજો તમે આ વાત ઉપરથી લગાવી શકો છો કે, તેમાં કોન્ટેક્ટમાં હાજર તમામ લોકોના વ્હોટ્સઅપ સ્ટેટસમાં સ્નેક વીડિયોમાં જોઈ શકાશે. સ્નેક વીડિયો પણ એક શોર્ટ વીડિયો એપ છે. જેમાં એડીટીંગ, લીપ સિંકિગ અને સ્પેશયલ ઈફેક્ટ જેવા ઘણા ફીચર્સ દેવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.