અમેરિકામાં બરફનું તોફાન ૫ાંચ રાજ્યોમાં ઇમર્જન્સી
વોશિંગ્ટન, મધ્ય અમેરિકાના રાજ્યોમાં શનિવારથી ચાલુ થયેલા બરફના તોફાનથી પાંચથી વધુ રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. ભીષણ બરફ વર્ષના કારણે સાત કરોડ લોકો પ્રભાવિત બન્યાં હતાં. એરપોર્ટાે બરફની ચાદર છવાઈ જતાં સૈકડો ફ્લાઇટ રદ કરાઈ હતી.
આ વર્ષના પ્રથમ વિન્ટર સ્ટોર્મ દરમિયાન કેટલાંક રાજ્યોમાં ૧૦ વર્ષમાં સૌથી ભીષણ બરફવર્ષાની આગાહી કરાઈ હતી. મિસૌરી, વર્જીનિયા, કેન્ટુકુ, કૈન્સસ અને અર્કાન્સાસ રાજ્યપાલોએ ઇમર્જન્સીની જાહેરાત કરી હતી.નેશનલ વેધર સર્વિસે ૩૦ રાજ્યોમાં વેધર એલર્ટ જારી કર્યાે છે.
ભારે બરફવર્ષની સામે તેજી પવનો અને તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો. કેન્સાસ અને ઇન્ડિયાના રાજ્યોના મોટાભાગના વિસ્તારમાં મુખ્ય રોડ બરફથી ઢંકાઈ ગયાં હતાં. રાજ્યોમાં બરફમાં ફસાયેલા વાહનચાલકો મદદ કરવા માટે નેશનલ ગાર્ડને સક્રિય કરાયા હતા.
ઇન્ટરસ્ટેટ-૭૦ માર્ગના ઉત્તરના વિસ્તારોમાં ઓછામાં ઓછા આઠ ઇંચ બરફવર્ષાની ધારણા છે. નેશનલ વેધર સર્વિસે સોમવાર સુધીમાં કેન્સાસ અને મિઝોરીથી લઇને ન્યુ જર્સી સુધીના રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મની વો‹નગ જારી કરી હતી. કેન્સાસ અને મિઝોરીમાં બરફનું તોફાન ચાલુ થઈ ગયું હતું. ઈન્ડિયાનામાં ઈન્ટરસ્ટેટ ૬૪ અને યુએસ રૂટ ૪૧ના મોટોભાગના વિસ્તારમાં બરફથી ઢંકાઈ ગયો હતો.
ઈન્ડિયાના સ્ટેટ પોલીસે વાહનચાલકોને રસ્તાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી. મધ્ય કેન્સાસના ૈં-૭૦ માર્ગને શનિવારે બપોરે બંધ કરાયો હતો.
કેન્સાસ અને નોર્થ મિઝોરીના કેટલાંક વિસ્તારોમાં ૧૪ ઇંચ (૩૫.૬ સેન્ટિમીટર) બરફવર્ષાની આગાહી છે. વિન્ટર સ્ટોર્મ સોમવારે ઓહાયો વેલી તરફ આગળ વધવાની ધારણા છે, તેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. સોમવારે મધ્ય-એટલાન્ટિક રાજ્યો અને દક્ષિણ ફ્લોરિડા સુધી હાડ થીજવતી ઠંડીની ધારણા છે.
નેશનલ વેધર સર્વિસે વો‹નગ આપી હતી કે વિન્ટર સ્ટોર્મ લોએર મિસિસિપી વેલીને પાર કરે તે પહેલા ટોર્નિડો અને કરા સાથે ભારે વાવાઝોડાની ધારણા છે. કેન્સાસના સેલિનામાં એક ફાયર ટ્રક, ઘણા ટ્રેક્ટર-ટ્રેલર્સ અને પેસેન્જર વાહનો પલટી ગયા હતાં.
ટ્રેકિંગ પ્લેટફોર્મ ફ્લાઈટઅવેરના જણાવ્યા અનુસાર રવિવારે મિઝોરીના સેન્ટ લૂઈસ લેમ્બર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટની આશરે ૨૦૦ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. કેન્સાસ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટે શનિવારે બપોરે બરફના કારણે અસ્થાયી રૂપે ફ્લાઇટ કામગીરી અટકાવી દીધી હતી.
રનવે ફરીથી ખોલતા પહેલા કેન્સાસ સિટીના વડાના ચાર્ટર પ્લેન સહિત ડઝનબંધ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી.સોમવારથી અમેરિકાના ૬૬ ટકા વિસ્તારોમાં ખતરનાક હાડ થીજવતી ઠંડી અને બર્ફિલા પવનો ચાલુ થશે. તેનાથી તાપમાન સામાન્ય કરતાં ૧૨ થી ૨૫ ડિગ્રી ગગડવાની ધારણા છે.
શિકાગોમાં રવિવારે તાપમાન માઈનસ ૭ થી ૧૦ ડિગ્રી સેલ્સિયસ અને મિનેપોલિસમાં માઈનસ ૧૮ ડિગ્રી નોંધાયું હતું. વર્જિનિયાના ગવર્નર ગ્લેન યંગકિને તોફાન પહેલા શુક્રવારે સાંજે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી.
કેન્સાસ, કેન્ટુકી, મેરીલેન્ડ અને મધ્ય ઇલિનોઇસના બહુવિધ શહેરોમાં પણ ઇમર્જન્સી જાહેર કરાઈ હતી. બાલ્ટીમોરમાં વેધર એલર્ટ જારી કરાયો હતો. શહેરમાં તાપમાન ઘટીને માઇનસ ૧૦.૫૬ ડિગ્રી થવાની ધારણા છે. મંગળવાર સુધી આવી કાતિલ ઠંડીની ધારણા છે.SS1MS