ફૂટપાથ સ્કુલમાં અત્યાર સુધી ૧ર૦૦ બાળકો અભ્યાસ કરી ચૂકયા છે

(એજન્સી)અમદાવાદ, ચારીત્રયનિર્માણ માટે શિક્ષણ અગત્યનું હોવાની વાવતને મંત્ર બનાવી અમદાવાદ-મુંબઈના સાત મીત્રોએ શિશુમંદીરથી ધોરણ ૧૦ સુધીના અનાથ-ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવાનો ભેખ ધારણ કર્યો છે.
અમદાવાદના વટવામાં સર્વોદય ગ્રુપ ફૂટપાથ સ્કુલ નામથી કાર્યરત સાત સેન્ટરોમાં હાલ ૧૩૦ બાળકો અભ્યાસ કરી ચુકયા છે. બિઝનેસમાં વર્ષે પ૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ઉધોગસાહસીકો અને લાખોનો પગાર છોડનાર મિત્રોએ બાળકોને શિક્ષણ આપવાનું છેલ્લા ૧ર વર્ષથી શરૂ કર્યું છે.
બાળકોને ભણાવવાનો શોખ ધરાવતા વિરાટ શાહ (પર) પ્રોફેશનથી ઈન્સ્ટ્રુમેન્ટ એન્જીનીયર છે. ર૦૧રમાં દુબઈમાં રૂા.૩.પ લાખની નોકરી છોડી સ્વદેશ પરત ફરી શિક્ષણદાન કાર્ય શરૂ કરનાર વિરાટ શાહ સાથે સમયાંતરે મંુબઈ-અમદાવાદના ઉધોગસાહસીકો દિનેશ કંસારા, નિલાંગ શાહ, બિનીત પટેલ રોહીત નાઈ, એજયુકેશન સાથે સંંકળાયેલા મેહુલ મહેતા મનોજ ટોપીવવાલા અને સીએ અવતારસિંહ જાેડાયા હતા.
વિરાટ શાહ દુબઈ હતા ત્યાં પણ શોખ પુરો કરવા કંપનીના કર્મચારીઓના બાળકોને ભણાવવાનું ચુકયા નહોતા. તેઓ કહે છે કે, દુબઈથી પરત ફર્યો ત્યારે જાેયું કે, નારોલ-વટવામાં બાળકો શિક્ષણ વિના રઝળી રહયાં હતા. તે જાેઈને સૌ પ્રથમ ઈસનપુરમાં ચાર બાળકોથી સેન્ટરની શરૂઆત કરી હતી.
હાલ વટવા, દુર્ગાનગર સદ્ભાવનાગરના ઝુંપડા, મીડકો, સરાણીયાવાસની ફૂટપાથ પર બે શીફટમાં છાપરાં નીચે સાત ફૂટપાથ સ્કૂલ અને પ્લેટીનમ પ્લાઝામાં કોચીગ સેન્ટર કાર્યરત છે.
બાળકોમાં હાઈજીન બાબતે ઘણાં ઈશ્યુ હોવાથી જે બાળકોનીસ્કુલમાં ૧૦૦ ટકા હાજરી હોય તેમને કોમ્પ્લિમેન્ટરી હાઈજીન કિટ અપાય છે. સ્કુલમાં બાળકોની નિયમીત હાજરી રહે તે માટે તેમને રોજ નિઃશુલ્ક નાસ્તો અપાય છે.