બાળકને દિવસમાં ૩૦ મિનિટ આ રીતે સુવડાવવાથી થાય છે આટલા ફાયદા
આખા દિવસમાં બાળકનો ટમી ટાઈમ એટલે કે તેને પેટના બળે સુવડાવવા માટે ૩૦ મિનિટ ફાળવો. જયારે પણ બાળકને પેટના બળે સુવડાવો ત્યારે માતા-પિતાએ એની પાસેજ રહેવું. આ દરમિયાન બાળકને ઉલટી કે અન્ય તકલીફ થાય તો તરત તેને સંભાળી શકાય. એનું કારણ કે આ રીતે સુવડાવવાથી સડન ડેથ રિસ્કનું જાેખમ વધે છે. કેટલાક દેશોમાં આવા અકસ્માત થઈ ચુકયા છે.
હા, બાળક માટે સારી ઉંઘ અને સુવાની યોગ્ય પોઝિશન બંને બહુ જરૂરી છે. એવામાં ઘણીવાર માતા-પિતા જાણી શકતા નથી કે તેમના માટે સૂવાની સાચી રીત કઈ છે. નવજાત શિશુ પોતાની ક્ષમતા મુજબ કામ નથી કરી શકતા. તેથી બાળકની ક્ષમતા મુજબ કામ નથી કરી શકતા. તેથી બાળકને પેટના બળે એ વખતે જ સૂવડાવવું જાેઈએ જયારે તમે એની પાસે જ હો અને તે જાગતું હોય.
નવજાત શિશુ પોતાનો મોટાભાગનો સમય પીઠના બળે કે પલંગ કે પછી હીચકામાં પસાર કરતું હોય છે કે પછી પરિવારમાં કોઈ પણ સભ્યના ખોળામાં રહીને સૂતું હોય છે. વળી, તે ઘરની છત જાેઈને સમય વીતાવી દેતું હોય છે. એવામાં તમે ક્યારેય એને પેટના બળે સૂવડાવવાનો વિચાર કર્યો છે ?
મોટાભાગના માતા-પિતાને ખબર નથી કે પેટના બળે સુવડાવવાથી કેટલો ફાયદો થાય છે? આવું કરવાથી તમારા બાળકનો વિકાસ સરસ રીતે થાય છે. આવું કરશો ત્યારે તમે તમારા બાળકની પ્રતિક્રિયાઓ જાેશો. ફકત એટલું જ નહી, આમ કરવાથી તમારા બાળકમાં ઘણા બધાં પરિવર્તન તમે જાેઈ શકશો. ત્રણ એવા કારણો કે જેથી તમને ખબર પડશે કે શા માટે આવું કરવું જાેઈએ!
ફલેટ સ્પોટ અટકાવે છે જાે તમારું બાળક પીઠના બળે સૂતું હોય તો એનાથી એના સ્કલ એટલે કે માથાના હાડકામાં ફલેટ સ્થાન બનવા લાગે છે. તેને પોઝિશનલ પ્લેગિયોસેફલી નામથી પણ ઓળખવામાં આવે છે. તેથી એ જરૂરી છે કે તમારા બાળકને ટમી ટાઈમ આપો અને તમારી હાજરીમાં થોડીવાર પેટના બળે સુવડાવો.
સ્નાયુ મજબુત બને છે ઃ ટમી ટાઈમથી તમારા બાળકની ડોક અને ખભાના સ્નાયુઓ મજબુત બને છે, જયારે બાળક બેસતા કે આળોટતા શીખશે ત્યારે તેને મદદરૂપ થશે, આમ આવા બાળકનો વિકાસ પણ ઝડપથી થાય છે અને તે વધારે એક્ટિવ રહે છે તેના માટે શારીરિક ગતિવિધિઓ કરવી સરળ રહે છે આ તેમને દુનિયાનો એક અલગ દૃષ્ટિકોણ આપે છે.
આ રીતે કરો ઃ ફર્શ પર પથારી કરી દો. થોડીવાર માટે બાળકને એના પર પેટના બળે સુવડાવો. શરૂઆતમાં દિવસમાં બે વાર ફકત ત્રણ મિનિટ માટે કરો. પછી જુઓ કે એને ટેવ પડવા માંડશે. એ વખતે થોડો સમય વધારી દો. તમે ઈચ્છો તો બાળક પાસે રમકડાં પણ મુકી શકો છો કે જેથી તેઓ રમી શકે. કેટલાંક બાળકને આવો ટમી ટાઈમ બહુ ગમે છે
અને કેટલાકને મજા નથી પણ આવતી. કોઈ પણ કેસમાં તમારા બાળકની સ્થિતિ થોડીવાર માટે બદલવી હાનિકારક નથી. હા, શરત એટલી કે એ વખતે બાળક જાગતું હોય અને તમે એની આસપાસ હો.