સોશિયલ મિડીયા પર બ્લુ ટીક રાખવા દર મહિને ખર્ચવા પડશે આટલા ડોલર
ટ્વિટર પર દર મહિને 900, ફેસબુક-ઈન્સટા પર વેબમાં તેની કિંમત 11.99 ડોલર (993 રૂપિયા) અને આઈફોન માટે 14.99 ડોલર (1241 રૂપિયા) નકકી કરાઈ છે.
નવીદિલ્હી, હવે માર્ક ઝકુર બર્ગ પણ એલન મસ્કના પગલે ચાલ્યા છે. તાજેતરમાં જ ટ્વીટરના એલન મસ્કે બ્લુ ટીક માટે દર મહિને 900 રૂપિયા અને વાર્ષિક 6800 રુપિયા ચાર્જ કરે છે.
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ પણ હવે પ્રીમિયમ વેરિફિકેશન સર્વીસનો પ્લાન શરૂ કરી દીધો છે. મતલબ કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ વેરીફાઈડ એકાઉન્ટ અર્થાત બ્લુસ્ટિક માટે પૈસા ચૂકવવા પડશે.
વેબમાં તેની કિંમત 11.99 ડોલર (993 રૂપિયા) અને આઈઓએસ માટે 14.99 ડોલર (1241 રૂપિયા) નકકી કરાઈ છે. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે આનુ એલાન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે આ સપ્તાહે આ સર્વિસ પહેલીવાર ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં શરૂ થશે. અન્ય દેશોમાં ટૂંક સમયમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે.
યુઝર્સ પોતાના સરકારી ઓળખપત્રથી એકાઉન્ટ વેરિફાઈ કરી શકશે. જેના બદલામાં એકાઉન્ટને વધારાની સુરક્ષા ઉપલબ્ધ કરાવાશે. જો કે ભારતમાં સેવા કયારે શરૂ થશે તેની જાણકારી હજુ બહાર નથી આવી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટ્વીટરે પેઈડ સબસ્ક્રીપ્શન સર્વીસ ટ્વીટર બ્લુ લોન્ચ કરી હતી.