૪૦ ટકા ડિસ્કાઉન્ટમાં ચાંદીઃ સોશિયલ મીડિયામાં રીલ જોઈ ગ્રાહક છેતરાયો

ચાંદી પર ૪૦ટકા ડિસ્કાઉન્ટની રીલ જોઈ ખરીદેલા ઝૂડામાં ૪પટકા ચાંદી નકલી નીકળી-સુરતમાં રિજોય જવેલર્સ દ્વારા ઠગાઈ કરાઈ
સુરત, સરથાણામાં રીજોય જવેલર્સની શુદ્ધ ચાંદીની ખરીદીમાં ૪૦ ટકા ડિસ્કાઉન્ટની ફેસબુક પર રિલ્સ જોઈ એસીના મિકેનીકલે ચાંદીની ખરીદી કરવા જતા ૩૯૭ર૧ની રકમ ગુમાવવી પડી છે. જવેલર્સમાં શુદ્ધ ચાંદી કહીને પપ ટકા ચાંદીના દાગીના પધરાવતા હતા. લેબમાં તપાસ કરાવતા સમગ્ર ભોપાળું ખુલ્યું હુતં.
યોગેશ્વર સોસાયટીમાં રહેતા અને એસી રિપેરીંગનું કામ કરતા ૩૧ વર્ષીય હર્ષદ કાળુભાઈ કાછડીયાએ ૭મી ઓકટોબરે મોબાઈલમાં ફેસબુક પર રીજોય જવેલર્સની શુધ્ધ ચાંદીની ખરીદીમાં ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટની રીલ્સ જોયું હતું. આ રીલ્સ જોઈ તેઓ તેજ દિવસે ચાંદીની ખરીદી કરવા માટે સરથાણા સાત વર્ણીરાજ કોમ્પલેક્ષમાં રીજોય જવેલર્સમાં ગયાહતા.
જયાં હર્ષદભાઈએ પત્ની માટે જુડો જેનું વજન ૩૬૧.૧૧૦ હતું અને તેની કિંમત ૩૯૭ર૧ હતી ૩ ટકા જીએસટી સાથે ૪૩૯૭૧નું બીલ આપ્યું હતું. તેઓ રોકડેથી ચાંદીના દાગીના ખરીદી કર્યા હતા. શંકા જતા કતારગામમાં ચેક કરાવ્યું હતું.
જેમાં જુડામાં ચેઈનની ગુણવતા ૮ થી ૧પ ટકા તથા કલીપસની ગુણવત્તા ર૮ થી ૩૬ ટકા તથા બોલ્સની ગુણવત્તા પ૦ થી ૬૦ ટકા ચાંદી આવેલ હોય. તથા ચાંદીના કમરના જુડામાં મોતી, સ્ટોન અને ડાયમંડનું વજન પણ ગણવામાં આવેલું હતું. તેઓએ ખરીદી કરેલા ચાંદીના દાગીનામાં ૧૦૦ ટકા શુધ્ધ ચાંદીના ૯ર રૂપિયા અને મજૂરીના ૧૮ રૂપિયા ગણી તથા મોતી, સ્ટોન અને ડાયમંડનું વજન પણ ચાંદીમાં ગણી લીધું હતું.