ગ્રીન કાર્ડને મંજૂરી પૂર્વે સોશિયલ મીડિયાની તપાસ કરવામાં આવશે

મુંબઈ, અમેરિકામાં ગ્રીન કાર્ડ માટેની અરજીને મંજૂર કરતા પહેલા અરજદારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ થઈ શકે છે. ધ યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસદ્વારા નવી ભલામણ કરવામાં આવી છે, જેમાં અરજદારને અમેરિકામાં પ્રવેશ આપતાં પહેલાં વધારે તકેદારી રાખવાની જોગવાઈ છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસના નોટિફિકેશન મુજબ, આ પ્રસ્તાવની અસર વિવિધ ઈમિગ્રેશન ફોર્મ પર થશે. જેમાં અમેરિકન સિટિઝનશિપ, એસાઈલમ અને ગ્રીન કાર્ડનો સમાવેશ થાય છે. જો કે ઈમિગ્રેશન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ખર્ચ વધવાની શક્યતાને નકારી દેવાઈ હતી. એચ-૧બી વર્કર્સે અમેરિકામાં પ્રવેશતી વખતે કે બહાર જતી વખતે -૯૪ ફોર્મ ભરવાનું હોય છે.
આ ફોર્મમાં પ્રવેશની તારીખ, વિઝાના સ્ટેટસ જેવી માહિતી હોય છે. પ્રસ્તાવિત ફોર્મની જોગવાઈ એચ-૧બી અરજદારોને લાગુ પડશે નહીં. જો કે યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ દ્વારા આ કેટગેરીના અરજદારોના સોશિયલ મીડિયા પણ ચકાસવામાં આવશે. એચ-૧બી વિઝા પર લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયેલા લોકોને ગ્રીન કાર્ડ અપાય ત્યારે ફોર્મ -૪૮૫ ભરવાનું હોય છે.
આ ફોર્મ ભરતી વખતે સોશિયલ મીડિયાની વિગતો રજૂ કરવી પડશે, જેથી લાંબા ગાળે અમેરિકામાં સ્થાયી થવા માગતા એચ-૧બી અરજદારોને આ બાબતની ખાસ તકેદારી રાખવા યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ દ્વારા તાકિદ કરાઈ છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટની ચકાસણીના માપદંડો અને ડેટા સ્ટોરેજની સમયમર્યાદા જેવી વિગતો અપાઈ નથી. ઓનલાઈન એક્ટિવિટીમાં કઈ બાબતો વિઝા રીજેક્ટ કરાવી શકે છે તે અંગે વિગતો જાહેર થઈ નથી. ટુરિસ્ટ કે બિઝનેસ ટ્રાવેલ વિઝા માટે આ જોગવાઈ લાગુ પડવાની નથી.SS1MS