Western Times News

Gujarati News

જેનિફર સાથે સોસાયટીની મહિલાઓ નથી કરતી વાત

મુંબઈ, ટીવી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ થોડા મહિના પહેલા જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેનિફરે પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પર જાતીય સતમાણી અને પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી તેમજ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે લગાવેલા આક્ષેપોની આડઅસર જાેવા મળી છે. એક્ટ્રેસનું કહેવું છે કે, તેની સોસાયટીની મહિલાઓ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે.

મિસિસ રોશન સોઢીના રોલમાં જાેવા મળેલી જેનિફરે મે મહિનામાં આરોપ લગાવ્યો હતો કે, પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કેટલીયવાર તેની સાથે ફ્લર્ટ કરવાની અને તેનો લાભ ઉઠાવવાની કોશિશ કરી હતી. જેનિફરે આસિત મોદી, જતીન બજાજ અને સોહિલ રામાણી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાેકે, જેનિફરનું કહેવું છે કે, તેણે કેસ કર્યા પછી તેમાં કોઈ અપડેટ હજી સુધી આવી નથી. જેનિફરે ખુલાસો કર્યો છે કે, તે ૨૦૧૯ની આસપાસ પણ શો છોડવા માગતી હતી. જાેકે, શોના પ્રોડ્યુસરોએ તેને જવા ના દીધી. આસિત મોદી અને સોહિલ રામાણીએ તેનું પેમેન્ટ અટકાવી દેવાની ધમકી પણ આપી હતી.

જેનિફરે આ અંગેના પુરાવા પણ આપ્યા હતા. જેનિફરનું કહેવું છે કે, તે આ લડાઈ એકલી જ લડી રહી છે અને તેના એકપણ કો-એક્ટર્સ સાથ નથી આપી રહ્યા. જેનિફરે ખુલાસો કર્યો કે, તેની હાઉસિંગ સોસાયટીમાં રહેતી ૯૯.૯ ટકા મહિલાઓએ તેની સાથે વાત બંધ કરી દીધું. જેનિફરે ફરિયાદ કર્યા પછી આ મહિલાઓ તેની સાથે વાત કરવાનું ટાળી રહી છે. જેનિફરે આ મહિલાઓની સખમાણી સમાજની ‘ટિપિકલ આંટી’ઓ સાથે કરી હતી.

અગાઉ જેનિફરના આક્ષેપોનો જવાબ આપતાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “જેનિફર અમારી સાથે ૧૫ વર્ષથી કામ કરે છે. શૂટિંગમાં કેટલાય ઉતાર-ચઢાવ આવતા રહે છે. અમે અત્યાર સુધી તેના બધા જ નખરા સહન કર્યા છે, તેણે લોકો વચ્ચે ફૂટ પડાવવાની કોશિશ પણ કરી છે, ગેરસમજણો પેદા કરી છે. અમારી પાસે તેના વિરુદ્ધ કેટલાય પુરાવા છે. જાેકે, જેનિફરે આ બધા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.