ભરૂચમાં સસ્તા અનાજના કાળા કારોબારનો SoGએ કર્યો પર્દાફાશ

ખરીદનાર અને વેચનાર સહિત ત્રણ ઝબ્બેઃ ઘઉં-ચોખા અને ટેમ્પો મળી કુલ ૧૨.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના મકતમપુરમાં ગરીબોને મળતું સસ્તું અનાજ સંચાલક દ્વારા બારોબાર પલટી મારી વેચી મારવાના કૌભાંડનો એસઓજી એ પર્દાફાશ કરી લાખોના જથ્થા સાથે સરકારી અનાજ ખરીદનાર, વેચનાર સહિત ૩ ની ધરપકડ કરી છે. જ્યારે સસ્તા અનાજની દુકાનના ફરાર સંચાલકની તપાસ હાથ ધરી છે.
સરકાર દ્વારા ગરીબ વર્ગને સસ્તા ભાવે સારૂ અનાજ મળી રહે તે માટે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો ફાળવવામાં આવી છે.જ્યાં કેટલીક વાર એવું બને છે કે, લોકો લાંબી લાઈનો કલાકો ઉભા રહે પણ તેમને જાેઇતી વસ્તુ સસ્તા અનાજની દુકાનમાં મળતી નથી, અવનવા બહાના આપી ગરીબ વ્યક્તિને પાછા ફરવાનો વારો આવે છે.
ગરીબ હોવાના કારણે તે દુકાનદારને કંઇ કહીં પણ શકતો નથી અને અનેક વખત ખાલી પેટ સુવાનો વારો પણ આવતો હોય છે.ત્યારે વિચાર આવે છે કે, સરકાર અનાજનો જથ્થો મોકલે છે તો એ જાય છે ક્યાં? તો જાણો કંઈ રીતે સરકારી અનાજનો જથ્થો આ લાલચુ દુકાનદારો બારોબાર વગે કરી નાખી છે.
ભરૂચના મકતમપુર વિસ્તાર માંથી સરકારી અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા ભરુચ એસ.ઓ.જીએ પકડી પાડી ત્રણ ઈસમોને ઝડપી પાડી ૧૨.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રાશન કાર્ડના લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ મળી રહે તે હેતુસર અનાજનો જથ્થો વિતરણ કરવા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમા ફાળવવામાં આવે છે.આ અનાજનો જથ્થો લાભર્થીઓને ઓછુ આપી સરકારી ભાવ કરતા ઉંચા ભાવે અન્ય વેપારીઓને અનાજ વેચી દેવાનુ કૌભાંડ ચાલી રહ્યું છે
જેવી બાતમીના આધારે ભરુચ એસ.ઓ.જી પી.આઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.એલ.ખટાણા સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે, મક્તમપુર ગામના અંબાજી ફળિયામાં આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ભાવેશ મિસ્ત્રી બારોબાર સરકારી અનાજનો ટેમ્પો નંબર-જીજે ૦૬ બીટી ૭૪૩૬ માં ભરી સગેવગે કરી રહ્યો છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે બાતમી વાળી જ્ગ્યાથી થોડે દૂર આઈસર ટેમ્પોને ટકાવી તેમાથી ઘઉં-ચોખાના ૩૦૦ કટ્ટા મળી આવ્યા હતા.