કોડેલ્ને ફોસ્ફેટવાળા નશાકારક સિરપનો વેપલો SoGએ ઝડપ્યો
પોલીસ દ્વારા ખેડૂત વાસ વિસ્તારમાંથી સિરપનું વેચાણ કરનાર હરેશ ડાભીને સિરપની ૮૮ બોટલ સાથે ઝડપી લીધો છે
ભાવનગર, યુવાઓને બરબાદ કરતો નશાકારક સીરપ નો વેપલો ભાવનગર શહેરમાં ખૂણે ખાચરે વધી રહ્યો છે ત્યારે એસઓજી પોલીસ દ્વારા ખેડૂત વાસ વિસ્તારમાંથી સિરપનું વેચાણ કરનાર હરેશ ડાભીને સિરપની ૮૮ બોટલ સાથે ઝડપી લીધો છે સિરપ નું વેચાણ કરનાર શખ્સ સરદાર નગર માં આવેલા હરિઓમ મેડિકલ સ્ટોર પરથી કફ સીરપ ની બોટલો લાવીને વેચાણ કરતો હતો
જોકે પોલીસની રેડ બાદ મેડિકલ સ્ટોર નો માલિક ભાગી ગયો છેભાવનગરમાં આરોગ્ય વિભાગની નહિવત કાર્યવાહીના કારણે એસોજી પોલીસ દ્વારા દુકાન અને મેડિકલ સ્ટોર પરથી કફ સિરપના વિક્રેતા ને ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે
તેવામાં બાતમીના આધારે એસોજી પોલીસે ખેડૂતવાસ વિસ્તારમાંથી હરેશ ડાભીના રહેણાક મકાન પરથી CODELNE PHotSPHATE નું ઘટક તત્વ ધરાવતી કફ સીરપ ની બોટલ ના જથ્થા સાથે કુલ ૧૩૧૧૨ રૂપિયાના મુદ્દા માલ સાથે કુલ ૮૮ બોટલ નંગ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં હરિઓમ મેડિકલ સ્ટોર નું નામ તપાસ દરમિયાન બહાર આવતા ધર્મેશ સિંધી નામનો સ્ટોર માલિક ફરાર થઈ ચૂક્યો છે. પકડાયેલી ઈસમ વિરુદ્ધ બી ડિવિઝન ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ બાબતે તપાસ અધિકારી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, કોડીન ફસ્ટ્રેટ નામની જે કફ સિરપની બોટલો છે. કફ સિરપની બોટલનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ પંચોની હાજરીમાં એસઓજીની ટીમે રેડ કરતા પોલીસે ૮૮ બોટલ કિ.રૂ. ૧૩૦૦૦ તેમજ મોબાઈલ સહિત કુલ રૂ. ૨૧૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.