ગોધરા ન.પાલિકાની બાજુમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ફરતે માટીનું ધોવાણ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ન.પાલિકા ની બાજુમાં કરોડો રૂ!ના ખર્ચે પીવાના પાણીની ટાંકી તૈયાર થઈ ગઈ છે અને હાલ સંપ બનાવવાની કામગીરી ચાલુ છે આ વિશાળ કાય પીવાના પાણીની ટાંકી આસપાસ વરસાદના પગલે માટીનું ધોવાણ થઈ રહ્યું છે ત્યાં રેતી અને માટી ભરેલી થેલીઓની આડસો મૂકીને ધોવાણ અટકે એવા પ્રયાસો ઈજારદાર એજન્સી દ્વારા કરવામાં આવ્યા છે.
પરંતુ આ ધોવાણ એક પ્રકારે જાેખમી હોવાનું જે પ્રમાણે દેખાઈ રહ્યું છે આ ગંભીર પરિસ્થિતિનો ખ્યાલ બાજુમાં બેસેલા ગોધરા ન.પાલિકાના સતાધીશો ખરેખર નથી કે પછી આ જવાબદારી ઇજારદાર એજન્સી ની કહેવાય આપણે કોઈ લેવાદેવા નથી ના વલણ ની ચર્ચાઓ શરૂ થવા પામી છે.!!
ગોધરા ન.પાલિકાની બરોબર બાજુ માં લાખ્ખો લિટર પાણીના સંગ્રહ સાથે કરોડો રૂ!ના ખર્ચે વિશાળ પાણીની ટાંકી તૈયાર થઈ ગઈ છે અને બાજુમાં સંપ બનાવવાનુ કામ ચાલુ છે પરંતુ વરસાદના પ્રારંભ સાથે પીવાના પાણીની તોતિંગ ટાંકી ફરતે આવેલ જમીનનું ધોવાણ શરૂ થયું છે
આ માટીનું ધોવણ સંપ મા ઘૂસી ના જાય અને ધોવાણ અટકાવવા માટે ઇજારદાર એજન્સી દ્વારા નક્કર આયોજન કરવાના બદલે દેખાવ ખાતર માટી અગર તો રેતી ભરેલી થેલીઓ હરોળમાં ગોઠવીને આડસ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.!!
જાે કે હજારો ટન સ્ટીલ અને સિમેન્ટ મટીરીયલથી બનાવવામાં આવેલ પીવાના પાણીની ટાંકીની ફરતે મજબૂત પ્લેટફોર્મના અભાવે આસપાસ રહેલ જમીન નું ધોવાણ વરસાદી માહૌલમાં શરૂ થતા આ દ્રશ્યો જાેનારા શહેરીજનો કહેવું છે કે કોઈપણ દુર્ઘટના સામેથી આમંત્રણ આપતી નથી.!!