Western Times News

Gujarati News

સોલા રોડની ડિઝાઈનમાં ફેરફારના બહાને મુદત વધારો

યુટિલીટી બાકી છતાં વર્ક ઓર્ડર આપ્યો, કામગીરી શરૂ થયા પછી પ્રોજેકટ ઘોંચમાં

અમદાવાદ, એએમસી દ્વારા સોલા બ્રીજથી સાયન્સ સીટી સરદાર પટેલ રીગ રોડ સુધીના હયાત બીઆરટીએસ રૂટ અને મીક્ષ લેન પાર્કીગ લેન સહીત ડેવલપ કરવાના કામની મુદત તા.૩૦ જુન, ર૦ર૩ સુધી લંબાવાના નિર્ણયને પગલે વિવાદ સર્જાયો છે.

એએમસીના એન્જીનીયરીગ વિભાગના અધિકારીના અણધડ આયોજનને કારણે આ કામની મુદતમાં નોધપાત્ર વિલંબ થયો છે. અને તેના કારણે નાગરીકોને સુવિધાથી વંચીત રહેવાનો વારો આવ્યો છે. આ કામગીરીમાં વિલંબ માટે મ્યુનિ. અધિકારીઓએ લુલો બચાવ કરવા માટે કોરોના વીજળીની લાઈન સ્ટ્રોમ વોરટ ડ્રેનેજ લાઈન સહીતના બહાના આગળ ધર્યા છે.

અને ભવીષ્યમાં જરૂરીયાતને ધ્યાનમાં લઈને ડીઝાઈનમાં ફેરફાર કરવાના બહાના પણ રજુ કર્યા છે. રોડ એન્ડ બીલ્ડીગ કમીટીમાં મંજુર કરાયેલી આ વિવાદાસ્પદ દરખાસ્તને સ્ટેન્ડીગ કમીટીએ પણ મંજુરીની મહોર મારી છે. અને મ્યુનિ.શાસકોએ તંત્રના ‘કાન’ આમળવાને બદલે મ્યુનિ. અધિકારીઓને ‘સાચવી’ લેવામાં આવ્યા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહયું છે.

સોલા બ્રીજથી સાયન્સ સીટી સરદાર પટેલરીંગ રોડ સુધીના હયાત બીઆરટીએસ રૂટ અને મિક્ષ લેન, પાકિર્ગ લેન સહીત ડેવલપમ કરવાના ‘બહાના’ પણ રજુ કર્યા છે. રોડ એન્ડ બીલ્ડીગ કમીટીમાં મજૂર કરાયેલી આ વિવાદાસ્પદ દરખાસ્તને સ્ટેન્ડીગ કમીટીએ પણ મંજુરીની મહોર મારી છે. અને મ્યુનિ.શાસકોએઅ તંત્રના ‘કાન’ અધિકારીઓને ‘સાચવી’ લેવામાં આવ્યા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહયું છે.

સોલા બ્રીજથી સાયન્સ સીટી સરદાર પટેલ રીગ રોડ સુધીના હયાત બીઆરટીએસ રૂટ અઅને મીક્ષ લેન, પાર્કીગ લેન સહીત ડેવલપ કરવાના કામને તા.૩૦ જાન્યુઆરી, ર૦ર૦થી મંજુર કરીને તા.ર૦ ફેબ્રુઆરી,ર૦ર૦ થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

અને તા.પ ઓકટોબર, ર૦ર૦ના રોડ ખાતમુહુર્ત કરીને કામ શરૂ કરી દેવાયું હતું.મ્યુનિ. દ્વારા ડ્રેનેજ લાઈનસ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈન નાંખવાની કામગીરી એપ્રિલ, ર૦ર૧માં પુરી થઈ હતી. કોરોના સહીતના કારણો જેવા ‘બહાના’ આગળ ધરીને આ પ્રોજેકટ ઘાંચમાં પડયો હોવાનો પાંગળો બચાવ કરવામાં આવી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.