ઈન્ટેલિજન્સ એજન્સીઓની બેદરકારીથી સૈનિકો શહીદ થયાઃ દિગ્વિજયસિંહ
નવી દિલ્હી, આજ રોજ પુલવામા હુમલાના ચાર વર્ષ પૂર્ણ થયા છે. ૨૦૧૯માં થયેલા આ એટેકમાં આપણે આપણા ૪૦ જવાનો ગુમાવ્યા હતા. આ એટેકને યાદ કરતા આજે પણ હદય કંપી ઉઠે છે. એવામાં આજના દિવસે કોંગેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ કેટલા પ્રશ્ન ઉઠાવ્યા હતા જેને લઇ ફરીથી તે વિવાદમાં જાેવા મળ્યા છે. કોંગેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે, પુલવામા હુમલો એજન્સીઓની લાપરવાહીના લીધે સફળ બન્યો હતો. જેના લીધે આપણા ૪૦ જવાનો શહીદ થયા હતા. ઈન્ટેલીજન્સ એજન્નીસી આ મોટી બેદરકારી છે જેના લીધે આ મોટી ઘટના શક્ય બની હતી. આ પહેલા પણ પુલવામા હુમલા પર અવારનવાર પ્રશ્નો થતા રહ્યા છે.
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ, પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી બોમ્બરે તેની વિસ્ફોટક ભરેલી કારને સુરક્ષા દળમાં ઘુસાડતાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ કાફલો જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં તરફ જઈ રહ્યો હતો. લગભગ ૨,૫૦૦ સીઆરપીએફ જવાનો ૭૮ બસોના કાફલામાં જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. આ જીવલેણ હુમલાથી રાષ્ટ્રીય આક્રોશ ફેલાયો હતો અને પાર્ટી લાઇનના તમામ નેતાઓ દ્વારા તેની નિંદા પણ કરવામાં આવી હતી. હુમલાના ૧૨ દિવસ પછી, ભારત ૨૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલાઓ કર્યા, જેમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના કેમ્પોને નિશાન બનાવ્યો હતો