Western Times News

Gujarati News

કેટલાંક કલાકારો લોકોનું ધ્યાન ખેંચવા બાઉન્સર પાસે નાટકીય વર્તન કરાવે છે: સોનુ સૂદ

મુંબઈ, તાજેતરમાં સોનુ સૂદે એક આશ્ચર્યજનક ખુલાસો કરતા કેટલાક કલાકારો પર ક્ષેપ કર્યાે છે કે તેઓ કેમૅરા પર ન હોય ત્યારે પણ અભિનય છોડતાં નથી. સોનુ સૂદ રોમેન્ટિકથી વિલન સુધીના રોલ કરવાથી લઇને હજારો લોકોને મદદ કરવા સુધી ઘણો લોકપ્રિય કલાકાર છે.

તેણે તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેના કેટલાંક સાથી કલાકારોની મજાક ઉડાડતાં ખુલાસા કરતા કહ્યું કે તેમને મારી આ વાત નહીં ગમે. સોનુએ કહ્યું કે તે માને છે કે કેટલાંક કલાકારો કમનસીબે કૅમેરા કરતાં વાસ્તવિક જીવનમા વધુ સારો અભિનય કરી જાણે છે. તેણે ભારપૂર્વક કહ્યું હતું કે જેવો કૅમેરા બંધ થાય તેવી એક્ટિંગ પણ બંધ થઈ જવી જોઈએ, પરંતુ તેના કેટલાંક સાથીઓને આવું કરવામાં મુશ્કેલી પડે છે.

આ સાથે સોનુએ તાજેતરનો પોતાનો એક અનુભવ પણ જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને લોકો સાથે કોઈ પ્રકારની ભારે સિક્યોરિટી વિના મળવું અને વાત કરવી ગમે છે.

તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજરી આપતી વખતે તેણે બોડિગાર્ડની ચિંતા કર્યા વિના જાહેર પરિવહનના સાધનોમાં જાણીતા સ્થળોની મુલાકાત લેવાનું નક્કિ કર્યું હતું. ત્યારે તેને સુરક્ષાની કોઈ જરૂર લાગી નહોતી અને લોકો સાથે વાતો કરવામાં તેને મજા આવી હતી.

તેને આ અનુભવ ગમ્યો હતો.ત્યાર બાદ તેણે સઆથી કલાકારો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેના મિત્રો સુરક્ષા માટે નહીં પણ લોકોનું ધ્યાન ખેંચવા માચે બોડાગાડ્‌ર્ઝ રાખે છે. તેણે એક એવો પણ કિસ્સો કહ્યો હતો કે એક વખત એરપોર્ટ પર તેણે એક બોડિગાર્ડ સાથે વાત કરી હતી અને તેણે સ્વીકાર્યું હતું કે તેમને નાટકની જેમ વર્તવાની સૂચના આપવામાં આવી હતી.

સોનુ માને છે કે કેટલાક કલાકારોને ડર હોય છે કે લોકો તેમના પર ધ્યાન આપશે નહીં તેથી તેઓ આવું અતિશ્યોક્તિભર્યું વર્તન કરે છે. તેણે એવું પણ કહ્યું કે ઘણા સેલેબ્રિટીઝના બોડીગાર્ડને આવું કરવાની ખાસ તાલીમ આપવામાં આવી હોય છે.

તેણે કહ્યું કે જો કોઈ સેલેબ્રિટી બોડિગાર્ડ વિના ક્યાંય ફરવા નીકળે તો થોડાં લોક જ તેમની નોંધ લે કે તેમને સેલ્ફી માટે પૂછતાં હોય છે. સોનુએ એક કલાકારનું નામ લીધા વિના એક કિસ્સો કહ્યો હતો, જેમાં એક કલાકારે માત્ર જીમમાં એન્ટ્રી કરવા માટે મોટું નાટક કરેલું.

તેણે યાદ કરતાં કહ્યું કે બોડિગાર્ડને કોઈ ભીડ ન હોય તો પણ ઘણી ભીડ હોય એવું વર્તન કરવાનું કહેવામાં આવે છે. આ બધો જ કેમેરા વિનાનો અભિનય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.