પુત્ર ન હોવાથી પરિવારના અમુક લોકો નાખુશઃસોહાનું દર્દ છલકાયું

મુંબઈ, સોહા અલી ખાન, જેમને એક સુંદર પુત્રી ઇનાયા છે, તે કહે છે કે પરિવારના કેટલાક સભ્યો એ હકીકતથી નિરાશ છે કે તેમને પુત્ર નથી. જોકે કેટલાક ખૂબ ખુશ છે.સોહા અલી ખાનના લગ્ન કુણાલ ખેમુ સાથે થયા છે અને તેમને એક પુત્રી ઇનાયા છે. સોહાની દીકરી ખૂબ જ ક્યૂટ છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.
હવે, સોહાએ તાજેતરમાં જ વાત કરી હતી કે પરિવારમાં ઘણા લોકો નિરાશ છે કે અભિનેત્રીને પુત્ર નથી.સ્ક્રીનને આપેલા ઇન્ટરવ્યુમાં સોહાએ કહ્યું, “આજે પણ, ભલે ગમે તેટલું શિક્ષિત પરિવાર હોય, તેઓ અપેક્ષા રાખે છે કે તમને દીકરો હોય. મારી એક દીકરી છે અને હું ખૂબ ખુશ છું, મારી આસપાસ ઘણા લોકો ખુશ છે, પરંતુ કેટલાક એવા પણ છે જે મારાથી નિરાશ પણ છે.
આ દરમિયાન સોહાએ એ પણ જણાવ્યું કે કેવી રીતે તેની દાદીએ અભ્યાસ માટે ઘણો સંઘર્ષ કર્યાે હતો. તેણીએ કહ્યું, ‘મારી દાદી બંગાળમાં એમએ કરવા માંગતી હતી, પરંતુ તેમને તેમ કરવાની મંજૂરી નહોતી કારણ કે તે સમયે ફક્ત પુરુષોને જ ભણવા માટે મોકલવામાં આવતા હતા.’ સ્ત્રીઓને જવાની મંજૂરી નહોતી. પણ તેણે હાર ન માની. તેની એમ.એ. ફી ૫૦ રૂપિયા હતી.
તેના પિતાએ કહ્યું કે હું તને સાડી માટે ૫૦ રૂપિયા આપીશ, પણ તેણીએ આગ્રહ કર્યાે કે તે ભણવા માંગે છે. તે પરિવારમાં એમએ કરનારી પહેલી મહિલા છે.
શર્મિલાની સફર વર્ણવતા સોહાએ કહ્યું, ‘મારી માતાને હંમેશા પૂછવામાં આવતું હતું કે તમારા પતિએ તમને કેવી રીતે કામ કરવાની મંજૂરી આપી, તે પણ એક અભિનેત્રી તરીકે, કારણ કે તયારે એવું કહેવામાં આવતું હતું કે સારી છોકરીઓ અભિનેત્રી નથી બનતી.સોહાએ પોતાના વિશે આગળ કહ્યું, ‘મારા લગ્ન ૩૬ વર્ષની ઉંમરે થયા, પણ કોઈએ ક્યારેય મને પ્રશ્ન કર્યાે નહીં.’ મેં પણ બેબી પ્લાનિંગ ખૂબ મોડું કર્યું હતું.SSS1MS