વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામોને દરિયાઈ જળસ્તરનો ખતરો
ગુજરાતના દરિયા પર ભયાનક ખતરો મંડરાઈ રહ્યો છેઃડૉ.રાજમલ જૈન
(એજન્સી)અમદાવાદ, ડૉ.રાજમલ જૈનના સંશોધનમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. ગુજરાતના દરિયાનું તાપમાન અને દરિયાઈ જળસ્તરની સપાટી વધી રહી છે તેમણે કહ્યું કે, આવનાર સમયમાં દરિયાના આસપાસના ગામડાઓ દરિયામાં સમાઈ જશે. Some villages in Valsad and Navsari districts are threatened by sea level
તેમણે સેટેલાઈટના ૧૯૭૮ થી ૨૦૧૮ સુધીના ડેટા એનાલિસીસ પરથી સંશોધન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતના દરિયાઈ જળસ્તરની સપાટી સતત વધી રહી છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી સમુદ્રનું તાપમાન અને જળ સપાટી પણ વધી રહી છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોકસાઇડ વધી રહ્યું છે અને સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ કચ્છ અને વલસાડની થશે.
કૃણાલ પટેલ અને તેમના સાથીઓએ એક રિસર્ચ કર્યું હતું જેમાં ગુજરાતના ૪૨ વર્ષના ભૌગોલિક ઈતિહાસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કચ્છ જિલ્લામાં સૌથી વધુ દરિયાઈ ધોવાણ થયું છે, જ્યાં ૪૫.૯ ટકા જમીનનું ધોવાણ થયું છે. પટેલ અને તેમના સાથીઓએ ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કર્યું હતું. દરિયાકાંઠાનો ૭૮૫ કિમી વિસ્તાર ઉચ્ચ જાેખમવાળા ક્ષેત્રમાં અને ૯૩૪ કિમી વિસ્તાર મધ્યમથી ઓછા જાેખમની શ્રેણીમાં છે.
આ વિસ્તારો જાેખમના ક્ષેત્રમાં છે કારણ કે અહીં દરિયાના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. \
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાક ગામો ખતરા હેઠળ
ઉમરગામ તાલુકાના ૧૫ હજાર જેટલા લોકોના જીવન અને વ્યવસાય જાેખમમાં છે, કારણ કે દરિયાનું પાણી તેમના ઘરમાં પ્રવેશે છે.ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિન માછીનું માનવું છે કે દમણ તંત્ર જે રીતે ૭ થી ૧૦ કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવી છે. તેવી જ રીતે ગુજરાત સરકારે ૨૨ કિલોમીટર લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવી જાેઈએ.
સમુદ્રી જળસ્તરથી ગુજરાતના અનેક જિલ્લાઓ પર ખતરો મંડરાઈ રહ્યો છે. વર્ષ ૧૯૦૦ પછી દરિયાના જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તાપમાન ૨ ડિગ્રી વધતા સમુદ્રનું જળસ્તર ૨થી ૬ મીટર સુધી વધે છે અને તાપમાન ૫ ડિગ્રી વધે ત્યારે જળસ્તરમાં ૧૯થી ૨૨ મીટર સુધીનો વધારો થશે. ૩ હજાર વર્ષ બાદ દરિયાઈ જળસ્તરમાં ઝડપથી વધારો ચિંતાનો વિષય બન્યો છે. દરિયો છેલ્લા ૧૧ હજાર વર્ષ બાદ સૌથી ગરમ છે.