સોમનાથના રામ મંદિર ખાતે વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી
શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રી રામમંદિર ખાતે વિજયાદશમી પર્વે ધ્વજાપૂજા, શ્રી રામચંદ્ર ભગવાનની વિશેષ મહાપૂજન જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવેલ.
તેમજ સાંજના સમયે રામમંદિર ખાતે શાસ્ત્રી જશ્મીન ભાઇ દવે ગૃપ દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીશ્રી, કર્મચારીઓ અને દર્શને પધારેલ દર્શનાર્થી ઓ પણ જોડાયેલ. સાંજના આરતી બાદ દર્શનાર્થીઓને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.