શ્રી સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રી અંતર્ગત જ્યોત પૂજન અને મહાઆરતી
દિપાવલીના તહેવારો રૂપ ચતુર્દશી નિમિત્તે કપર્દી વિનાયક ગણેશજી અને હનુમાનજીનું પૂજન, વિર હમીરજી પુષ્પાંજલી, કરવામાં આવ્યા
(23-10-2022 )પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નિમિત્તે જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગન્દ્રભાઈ દેસાઇ, ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી, એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવેલ હતુ,
આ પૂજનમાં ટ્રસ્ટના અધિકારી/કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા.
આ ઉપરાંત દિપાવલી ના તહેવારો અને રૂપ ચતુર્દશી નિમિતે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલ શ્રી કપર્દિ વિનાયક ગણેશજી અને શ્રી કષ્ટભંજન હનુમાનજી નું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિર હમીરજી ગોહિલને પુષ્પાંજલી અર્પણ કરાય હતી.