Western Times News

Gujarati News

“સોમનાથ મંદિરને Eat Right Place of Worship થી સર્ટિફાય કરવામાં આવ્યું”

સોમનાથ મંદિર, ગીર સોમનાથ ને Eat Right Place of Worship સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યમાં હાલમાં કૂલ ૪૭ મંદિરો ને Eat Right Place of Worship તરીકે સર્ટિફાય કરવામાં આવેલ છે.

કમિશનરશ્રી ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.

Eat Right Places of Worship (PoW) એ FSSAI ની એક પહેલ છે જે પૂજા સ્થળો (PoW) ને ખોરાક સલામતી અને સ્વચ્છતા અપનાવવા અને જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે તેનો ઉદ્દેશ્ય પૂજા સ્થળોમાં પ્રસાદ/લંગર વગેરેમાં પીરસવામાં આવતા ખોરાકમાં ગેરરીતિઓ અને અનિયમિતતાઓને રોકવા અને જાગૃતિ લાવવાનો તથા Food Safety and Standards, 2006 અને તે અન્વયે ના નિયમો અને રેગ્યુલેશનના પાલન સુનિશ્ચિત કરવાનો છે.

મંદિરો માટે FSSAI દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા જે તે મંદિરનું રજીસ્ટ્રેશન કરાવી, તેનું Pre-Audit કરવામાં આવે છે ત્યારબાદ ત્યાં પ્રસાદ સાથે સંકળાયેલ વ્યક્તિઓ ને FoSTAC ટ્રેનિંગ આપવામાં આવે છે અને તેમનું ફરીથી ઓડિટ કરવામાં આવે છે અને ત્યારબાદ ખોરાકનું ગુણવતા નિશ્ચિત કર્યા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

સોમનાથ મંદિર ગુજરાતમાં ગીર સોમનાથ માં આવેલું દેશ ના ૧૨ મહત્વ ના જ્યોતિર્લીંગ માંથી એક છે અને તેની મહત્વતા જોતા અને ત્યા દર્શન માટે આવતા શ્રધ્ધાળુઓ ને સ્વચ્છ અને સલામત પ્રસાદ મળી રહે તે માટે સોમનાથ મંદિરનું થર્ડ પાર્ટી ઓડીટ એજન્‍સી દ્વારા ઓડિટ કરવામાં આવ્યુ અને તેને Eat Right Place of Worship સર્ટિફિકેટ થી પુરસ્કૃત કરવામાં આવેલ છે.

આમ, રાજ્યના મંદિરો માં ભગવાન ને ધરાવવા આવતો પ્રસાદ ગુણવતા યુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.