ઉમેદવાર જ પોતાનો વોટ નહીં આપી શકે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/vimalchudasama.jpg)
રાજકોટ, આગામી વિધાનસભાની ચૂંટણી મતદાન તો હવે ડેલીએ દસ્તક દઇ રહ્યું છે. ત્યારે સામાન્ય રીતે ચૂંટણીમાં ઉભા રહેલા દરેક ઉમેદવાર પોતે જ્યારે મત આપે એટલે કે પોતાનો મત પોતાને જ આપે.
ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો સોમનાથ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા છે તેમનું નામ અને પક્ષનું ચિન્હ EVM મશીન ઉપર અંકિત પણ થશે,
પરંતુ તે સોમનાથ વિધાનસભામાં મતદાન નહીં કરી શકે. કારણ કે મતદારયાદીમાં તેમનું નામ ચોરવાડ ખાતે છે. હા ત્યાં તે મતદાન કરી શકશે પણ ત્યાંના ઈફસ્માં તેમનું નામ નહીં હોય ત્યાંના પક્ષ કે ઉમેદવારનું નામ હશે. તેવી જ રીતે તાલાલા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પક્ષ ઉમેદવાર ભગવાન બારડ પણ પોતાનો મત પોતાને તો નહીં જ આપી શકે
કારણકે તેમનું નામ અને મતદાન મથક સોમનાથ વિધાનસભાની બાદલપરા મતદાર યાદીમાં હોઇ જ્યાં તેઓ મતદાન કરશે.