સોનાક્ષીએ રૅમ્પવાક કરીને બાડી પોઝિટિવિટીનો સંદેશ આપ્યો
મુંબઈ, સોનાક્ષી સિંહા હંમેશાથી બાડી પોઝિટિવિટીની હિમાયતી રહી છે. તેણે હંમેશા પોતે જેવા દેખાતાં હોય તેમાં જ કમ્ફર્ટેબલ રહેવાની વાત કરી છે.
શુક્રવારે સોનાક્ષીએ એફડીસીઆઈ ઇન્ડિયા કુટ્યોર વીકમાં ડિઝાઇનર ડોલી જે માટે રૅમ્પ વાક કર્યું ત્યારે તે ખૂબ સુંદર લાગતી હતી. તેણે બ્લશ પિંક ગાઉન પહેર્યું હતું જે ડિઝાઇનરનાં ‘લા વિએ એન રોઝ કલેક્શન’માંથી હતું. પોતાના આ લૂકથી ત્યાં હાજર દરેકને મોહિત કરી દીધાં પછી સોનાક્ષીએ મીડિયા સમક્ષ બાડી પોઝિટિવિટીનો સંદેશ આપ્યો હતો.
આ અંગે તેના વિચારો પૂછાતાં સોનાક્ષીએ કહ્યું,“એટલે જ તો હું અહીં છું. હું જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે મારી આસપાસ એક પણ એવી વ્યક્તિ ન હોતી, જે મને હે કે તમે જેવા છો તે જ બરાબર છે, તેમાં કશું ખોટું નથી. હું આજની છોકરીઓ માટે એ વ્યક્તિ બનવા માગતી હતી અને મેં એ વાતને હંમેશા સહજતાથી લીધી છે.
ડોલી જે જેવા ડિઝાઇનર્સને સલામ છે કે તેઓ પોઝિટિવ બાડી ઇમેજને દર્શાવે છે.” વર્ષ ૨૦૧૯માં સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર બાડી શેમર્સને સંબોધીને એક વીડિયો પોસ્ટ કર્યાે હતો.
આ વીડિયો સોનાક્ષી લોકોની દિલ દુભાવતી કમેન્ટ્સ વાંચે છે, ત્યાંથી શરૂ થાય છે,“કેટવાક કરવા નીકળેલી ગાય”, “આન્ટીજી” અને “મોટી”. તેણે ટ્રોલર્સને એવા લોકો ગણાવ્યા જે “લોકો તમારી ઉર્જાને મારી નાખવા માગે છે” અને “જે લોકો હંમેશા બીજાની પંચાત કરે છે તેમને કરવા માટે કોઈ કામ નથી.
” આ વીડિયોમાં સોનાક્ષીએ જણાવ્યું હતું કે કેવી રીતે ટ્રોલ્સ તેને ગુસ્સે કરતાં હતાં, દુઃખ પહોંચાડતા અને તે બિલકુલ થીજી જતી હતી. સમય જતાં, તે આ બધાં પર હસી કાઢતાં શીખી ગઈ, સમજી ગઈ કે ટ્રોલ્સ પણ એક “જોક” છે.
સોનાક્ષી સિંહાએ એ વાત પણ કરી હતી કે સતત ટ્રોલિંગથી તેને કેટલી અસર થતી હતી. તેણે કહ્યું,“મેં પણ આ બહુ જ સાંભળ્યું છે. મને પણ તેની બહુ અસર થઈ જતી હતી. પણ પછી મેં વિચાર્યું કે ૩૦ કિલો ઘટાડ્યા પછી પણ એ લોકો તો ત્યાંના ત્યાં જ હતાં.
ત્યારે મેં કહ્યું, એ લોકો તેલ પીવા જાય. કારણ કે સોનાક્ષી સિંહા કોઈ કારણથી અહીં છે, મેં તેને એવું બનાવી દીધું કે એમાં છૂપાવવાનું કશું નથી અને હું જેવી છું તેવી છું. મારું શરીર પણ નહીં અને મારું વજન પણ નહીં. મારી ઇમેજ પણ નહીં.”
સોનાક્ષી સિંહાએ આ વાતથી ખરેખર બધાને આશ્ચર્યચકિત કર દીધાં હતાં, જ્યારે તેણે કહ્યું,“હું કોઈ વજનકાંટાનો આંકડો નથી.” તેણે વીડિયોના અંતે કહ્યું,“અને એ જ મને તેમનાથી મોટી બનાવે છે.” તમે પ્લસ સાઇઝ હોય કે ઝીરો સાઈઝ, સોનાક્ષી સિંહાની જેમ જ હંમેશા તમારા શરીર અંગે હકારાત્મક રહો.SS1MS