સોનાક્ષી સિંહા, અનુરાગ કષ્યપ અને આદર્શ ગૌરવ એક સાથે તેલુગુ ડેબ્યુ કરશે

મુંબઈ, એક સમય હતો, જ્યારે સાઉથના કલાકારોની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મની રાહ જોવાતી હતી. હવે આ પ્રવાહ ઉલટો વહેવાનો શરૂ થયો છે, હવે બોલિવૂડના કલાકારો સાઉથ તરફ પ્રયાણ કરવા લાગ્યા છે.
આરઆરઆર, બાહુબલી, પુષ્પા જેવી બ્લોક બસ્ટર ફિલ્મની પૅન ઇન્ડિયા રિલીઝનો આ પ્રવાહમાં મહત્વનો ફાળો છે. હવે ઘણા જાણીતા બોલિવૂડ એક્ટર્સ ટૂંક સમયમાં સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે, તેમાં પણ અનુરાગ કષ્યપે તો જાહેર કર્યું છે કે તે બોલિવૂડથી નિઃરાશ થઈને સાઉથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તે સિવાય સોનાક્ષી સિંહા અને આદર્શ ગૌરવ પણ તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યાં છે.સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે સુધીર બાબુની હોરર થ્રિલર ફિલ્મ જટાધરાથી ડેબ્યુ કરશે.
સોનાક્ષીએ આ ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક પણ જાહેર કર્યાે હતો. આ ફિલ્મ વેંકટ કલ્યાણે ડિરેક્ટ કરી છે. ફિલ્મના મેકર્સે પણ જાહેર કર્યું હતું કે આ ફિલ્મમાં દંતકથા અને કેટલીક કાલ્પનિક શક્તિઓનું પણ મિશ્રણ હશે.એક્ટર અને ફિલ્મ મેકર અનુરાગ કષ્યપે તાજેતરમાં જ બોલિવૂડ છોડીને સાઉથમાં જવાની જાહેરાત કરી હતી.
હવે તે પણ તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરશે, તે અદિવિ શેષની ફિલ્મમાં એક પોલિસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ એક ડાકુની સ્ટોરી પર આધારીત ફિલ્મ છે.
આ ફિલ્મ હિન્દી અને તેલુગુ બંનેમાં શૂટ થઈ રહી છે, તેમાં અદિવિ શેષ અને મૃણાલ ઠાકુર પણ જોવા મળશે. શએનિલ દેવ આ ફિલ્મ પ્રોડ્યુસ કરે છે અને તે આ વર્ષના અંતમાં રિલીઝ થશે.ક્રિકેટર ડેવિડ વોર્નરનો તેલુગુ ગીતો માટેનો પ્રેમ તો જાણીતો છે, તેણે નિતિનની તેલુગુ ફિલ્મ રોબિનહૂડમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શ્રીલીલી પણ હતી.
ઇમરાન હાશ્મી પણ પવન કલ્યાણ સાથે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે એક ઓમિ ભાઉ નામના ગેંગસ્ટરનો રોલ કરશે, જે સુજિથ દ્વારા ડિરેક્ટ થઈ છે. આ ફિલ્મ પહેલાં સપ્ટેમ્બર ૨૦૨૪માં રિલીઝ થવાની હતી પરંતુ હવે ડિલે થઈ છે. સુપર બોય્ઝ ઓફ માલેગાંવની સફળતા પછી હવે આદર્શ ગૌરવ પણ સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.
તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે, જોકે હજુ આ ફિલ્મનું નામ જાહેર થયું નથી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેલુગુ તેની માતૃભાષા છે, તેથી તે ઘણા વખતથી કોઈ તેલુગુ ફિલ્મમાં કામ કરવા માગતો હતો. બસ કઈ રીતે શરૂઆત કરવી તે તેને ખબર નહોતી.SS1MS