Western Times News

Gujarati News

સોનાક્ષી સિન્હાનો કંઇક અલગ અંદાજ જોવા મળ્યો

મુંબઈ, સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી હીરામંડી વેબ સિરીઝ લાંબા સમયથી ચર્ચામાં છે. ભણસાલી વેબ સિરીઝ હીરામંડીથી ઓટીટીમાં પગ મુકી રહ્યા છે. એવામાં સંજય લીલા ભણસાલીની પહેલી સિરીઝ હીરામંડીને લઇને સોશિયલ મિડીયામાં ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં હીરામંડીનું ફર્સ્ટ સોન્ગ સકલ બન રિલીઝ થયુ હતુ.

આ ગીતમાં ભવ્ય સેટની સાથે શાનદાર કલાકારોની જોડીએ આ ગીતમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જો કે આ સોન્ગને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યા પછી મેકર્સે બીજુ સોન્ગ તિલસ્મી બાહેં રિલીઝ કર્યુ છે.

જો કે આ સોન્ગ રિલીઝ થતાની સાથે ઇન્ટરનેટ પર છવાઇ ગયુ છે.હાલમાં હીરામંડીનું બીજુ ગીત આઉટ થયુ છે જેમાં સોનાક્ષી સિન્હાનો કંઇક અલગ અંદાજ જોવા મળ્યો છે. એક્ટ્રેસનો આવો અવતાર તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય. આ પૂરા ગીતમાં સોનાક્ષી સિન્હા પરથી નજર નહીં હટે.

આ ગીતમાં સોનાક્ષીએ ગોલ્ડન સાડી, ગળામાં હાર અને વાળમાં કલર કરીને સ્માર્ટ દેખાઇ રહી છે. આ સાથે હાથમાં જામ અને સિગારેટ પકડીને પોતાની કાતિલ અદાઓથી મહેફિલમાં આગ લગાવી દીધી છે. સોનાક્ષીનો આ લુક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.

ફેન્સને જોરદાર રિસપોન્સ મળી રહ્યો છે.‘હીરામંડી’ની કહાનીની વાત કરવામાં આવે તો આ બે કોઠોની સંચાલક વૈશ્યાઓ વચ્ચેની કહાની છે. મલ્લિકાઝાન મનીષા કોઇરાલા અને ફરીદન (સોનાક્ષી સિન્હા) વચ્ચેની દુશ્મનીની હદ કમ્પીટિશન રહે છે.

આમાં એક એવી દુનિયા દેખાડવામાં આવશે જ્યાં વૈશ્યાઓ રાણીઓના રૂપમાં રાજ કરે છે. આ ટક્કરની વચ્ચે કહાની મલ્લિકાઝાની સૌથી નાની દીકરી બેટી આલમની આસપાસ ફરે છે જે ભવિષ્યમાં સત્તા સંભાળવા માટેની છેલ્લે આશા બની જાય છે.

પરંતુ કહાનીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે આલમ આ સત્તાથી વધારે કોઇને પ્રેમ કરવા લાગે છે અને આ સત્તા અને પ્રેમમાંથી કોઇ એકની પસંદગી કરવાની હોય છે.‘હીરામંડી’ એક પિરીયડ ડ્રામા છે જેને સ્વતંર્ત્તા આંદોલન દરમિયાન એટલે કે દેશના આઝાદ થવા પહેલાં બેકડ્રોપ પર સેટ કર્યા છે.

સંજય લીલા ભણસાલી એમના વિઝ્યુઅલ લક્ઝરી માટે ફેમસ છે. અત્યાર સુધીમાં સામે આવેલા પોસ્ટર્સ અને ગીત જોઇને એવુ લાગી રહ્યુ છે કે આ વખતે પણ દર્શકોને સ્ક્રીન પર લોર્ઝર ધેન લાઇફનો અનુભવ કરાવવા માટે તૈયાર છે. અત્યાર સુધીમાં સામે આવેલા વિઝ્યુઅલ્સમાં દર્શકોને એક સિનેમેટિક માસ્ટરપીસની રાહ જોવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે.

આમ, તમને જણાવી દઇએ કે સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિન્હા, ઋચા ચઢ્ઢા, સંજીદા શેખ અને શર્મિન સહગલ નજરે પડશે. આ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે હાલમાં આ ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટની કોઇ જાહેરાત થઇ નથી. પરંતુ આને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.