Western Times News

Gujarati News

આ ડ્રગ આપવામાં આવ્યું હતું, સોનાલી ફોગાટને

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીનાં નેતા સોનાલી ફોગાટનાં મોત મામલે વધુ એક ખુલાસો થયો છે. ગોવાના કર્લીજ રેસ્ટોરાંમાં આરોપીઓએ સોનાલીને મેથામફેટામાઈન નામનું ડ્રગ આપ્યું હતું. અંજુના પોલીસે કર્લીજ રેસ્ટોરાંના વોશરૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

જેની તપાસ બાદ સામે આવ્યું છે કે, આ મેથામફેટાઈન હતું. પોલીસે સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન અન્ય એક સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરાંના માલિક એડવિન ન્યૂન્સ અને કથિત ડ્રગ પેડલર દત્તા પ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. સુખવિંદર અને સુધીર સાંગવાન સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ગાંવકર અને ન્યૂન્સ સામે દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, દત્તા પ્રસાદ ગાંવકરે કથિત રીતે સુખવિંદર અને સુધીર સાંગવાનને ડ્રગ્સ પહોંચાડ્યું હતું. ગાંવકર અંજુનાની એ જ હોટેલનો કર્મચારી છે જ્યાં સોનાલી ફોગાટ રોકાયા હતા. બંને આરોપીઓએ પોતાના નિવેદનમાં ગાંવકર પાસેથી નશીલા પદાર્થો ખરીદ્યા હોવાની વાત સ્વીકારી છે. જે બાદ અંજુનાથી દત્તા પ્રસાદ ગાંવકરને પકડી લેવાયો હતો.

નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓન ડ્રગ અબ્યૂઝ અનુસાર, મેથામફેટામાઈન ખૂબ જ ઘાતક અને શક્તિશાળી ડ્રગ છે. કોઈ એકવાર લે પછી ખૂબ જલ્દી તેની લત લાગી જાય છે. આ ડ્રગ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરતું હોવાથી આમ થાય છે.

મેથામફેટામાઈન એક ક્રિસ્ટલ ડ્રગ છે. દેખાવમાં તે કાચના ટુકડા જેવું હોય છે અને ચમકદાર હોય છે. મેથામફેટામાઈન ડ્રગને કેમિકલ તરીકે જાેઈએ તો એમ્ફેટેમિનના જેવું હોય છે. એમ્ફેટેમિનનો ઉપયોગ અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર અને નાર્કોલેપ્સી તેમજ ઊંઘ ના આવવાની સમસ્યામાં દવા તરીકે આપવામાં આવે છે.

મેથામફેટામાઈન ડ્રગના રવાડે ચડેલા લોકો તેને વિવિધ પ્રકારે લે છે. કેટલાક લોકો સિગરેટની જેમ પીવે છે અને તેના ધુમાડાથી નશો કરે છે. કેટલાક સૂંઘીને નશો કરે છે. પાણી અથવા દારુમાં ભેળવીને પણ કેટલાક લોકો લે છે. સોનાલી ફોગાટને પાણીમાં ભેળવીને આ ડ્રગ આપવામાં આવ્યું હતું. મેથામફેટામાઈન ડ્રગ મગજમાં ડોપામાઈનનું પ્રમાણ વધારે છે.

ડોપામાઈન એક ન્યૂરોટ્રાન્સમીટર છે, એક એવું રસાયણ છે જે મગજની નર્વ સેલ્સ વચ્ચે સિગ્નલ મોકલે છે. ડોપામાઈન મૂડ સુધારવા અને ખુશ રાખવા માટે પણ જવાબદાર છે. આ કેમિકલ તમારા મગજમાં સક્રિય હોય ત્યારે તમે એવી કોઈ વસ્તુના સંપર્કમાં હો છો જે તમને આનંદ આપે છે અને ભોજન તેમાંથી એક છે.

ડોપામાઈન બોડી મૂવમેન્ટ, મોટિવેશન અને વ્યવહારમાં કેટલાય પ્રકારના ફેરફાર લાવે છે. ડોપામાઈનને એવું કેમિકલ મેસેન્જર કહેવામાં આવે છે જે મગજને કેટલાય પ્રકારની વસ્તુઓ કરવા માટે પ્રેરણા આપે છે. આ ડ્રગનો ઓવરડોઝ જીવલેણ સાબિત થઈ શકે છે.

તેને વધારે પ્રમાણમાં લેવાથી શરીરમાં એક ઝેરીલું રિએક્શન થાય છે. જે શરીરને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે અથવા જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ ડ્રગના ઓવરડોઝને લીધે સ્ટ્રોક-હાર્ટ અટેક આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.