સોનમ બાજવા ફિલ્મનો ખર્ચ ઘટાડવા જાતે મેકઅપ અને સ્ટાઇલિંગ કરે છે
મુંબઈ, હાલ ફિલ્મ પ્રોડક્શનના વધી રહેલાં ખર્ચ ફિલ્મ સ્ટારના ઓન્ટરાજ પાછળ વધી રહેલાં ફિલ્મના ખર્ચ અંગે કરણ જોહર સહિતના પ્રોડ્યુસર ચિંતિત છે, ત્યારે પંજાબી એક્ટર સોનમ બાજવા કહે છે કે ઓછામાં ઓછી ટીમ સાથે ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે જેથી પ્રોડ્યુસર્સનો વધારાનો ખર્ચ ઓછો થઈ શકે.
૩૪ વર્ષની સોનમ પંજાબી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ છે. તે કહે છે કે નાની કે મોટી ટીમ રાખવી ‘બહુ અંગત પસંદ’ અને ‘અંગત દૃષ્ટિકોણ’ની વાત છે. એક ઈન્ટરવ્યૂમાં સોમન બાજવાએ જણાવ્યું, “મને સતત લોકોથી ઘેરાયેલું રહેવું ગમતું નથી. મને મારી આસપાસ બને એટલા ઓછો લોકો ગમે છે.
ઘણી વખત એવું પણ બન્યું છે કે મેં મારી જાતે મારો મેક અપ કર્યાે છે. લગભગ ૯૯ ટકા મારી સ્ટાઇલિસ્ટ હું પોતે છું.” સોનમે ‘કેરી ઓન જટ્ટા’, ‘પૌદા’ અને ‘મંજે બિસ્તરે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોનમે આગળ કહ્યું, “મને લાગે છે કે એક જવાબદાર કલાકાર તરીકે, જો તમે પ્રોડ્યુસરને કોઈ પણ બબાતે ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકો તો, તમારે એ કરવું જ જોઈએ.” સોનમે બોલિવૂડમાં ‘બાલા’ અને ‘સ્ટ્રીટ ડાન્નસર થ્રી ડી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
તેણે જમાવ્યું, “હું મારી ટીમને હંમેશા કહું છું, જો હું પ્રોડ્યુસર હોય અને મારા પૈસા વેડફાય તો મને બિલકુલ ગમશે નહીં. તેથી આપણે બધાએ આપણી પોતાની ફિલ્મ છે એમ સજીને વર્તવું જોઈએ. એવું ન થવું જોઈએ કે સેટ પર ભોજનનો બગાડ થાય, કશું જ માત્ર દેખાડા ખાતર ન હોવું જોઈએ, જો હું કશું કરી શકું તેમ હોઈશ તો ચોક્કસ કરીશ.”
મુંબઈના પાપરાઝી કલ્ચર પર વાત કરતા સોનમે જણાવ્યું હતું કે તેને ખ્યાલ છે કે તે લોકો પોતાનું કામ કરે છે પરંતુ છતાં ઘણી વખત સતત તેનો પીછો કરતા કૅમેરામેનથી તે અકળાઈ જાય છે. આ અંગે સોનમ કહે છે, “મુંબઈ આવું ત્યારે ઠીકઠાક કપડાં પહેરીને આવવું પડે છે. આ બાબતો પણ લોકો જોઈ રહ્યા હોવાથી ડીમાન્ડ રહે છે. બાકી આટલી ગરમીમાં આખો દિવસ ત્યાં આવતા જતાં લોકોની રાહ જોઈને બેઠાં રહેવું સરળ નથી.”SS1MS