સોનમે દીકરા માટે પસંદ કરી રાખ્યા હતા ત્રણ નામ

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજા ૨૦ ઓગસ્ટના રોજ દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. દીકરાના જન્મને એક મહિનો થતાં સોનમ અને આનંદે દીકરાનું નામ જાહેર કર્યું હતું સાથે જ તેની તસવીર શેર કરી હતી. સોનમ કપૂર અને આનંદ આહુજાએ દીકરાનું નામ વાયુ કપૂર આહુજા પાડ્યું છે.
દીકરાનું નામ પાડતાં પહેલા સોનમ કપૂરે બોલિવુડના જાણીતા ન્યૂમરોલોજીસ્ટ સંજય બી. જુમાનીનો સંપર્ક કર્યો હતો. મળેલી માહિતી અનુસાર, સોનમ કપૂર અને આનંદ આહુજાએ દીકરા માટે કેટલાક નામ પસંદ કરીને રાખ્યા હતા. પસંદ કરેલા ત્રણ નામોમાંથી વાયુ પણ એક હતું.
જાેકે, કપલે દીકરાના નામ પાછળ કપૂર અને આહુજા બંને સરનેમ લગાવવા માટે મક્કમ હતું. સંજય જુમાનીએ સલાહ આપી હતી કે, તેમના પહેલા સંતાન માટે વાયુ નામ પર્ફેક્ટ રહેશે એટલે જ કપલે આ નામ પર મહોર મારી હતી. વાત કરતાં જુમાનીએ કહ્યું, સોનમે દીકરાનું નામ પાડવા માટે અમારા પર ભરોસો રાખ્યો છે.
તેનાં મમ્મી સુનિતાજી ફેમિલી ફ્રેન્ડ છે. આ પહેલા એકતા કપૂરના દીકરાનું નામ રવિ કપૂર પાડવાની સલાહ પણ અમે આપી હતી. અમારું માનવું છે કે, બાળકનું નામ પાડતાં પહેલા તેના માતાપિતાએ ચારેબાજુનો વિચાર કરી લેવો જાેઈએ. જેથી શરૂઆતના ભણતરથી માંડીને તેની કિશોરાવસ્થા અને તેની બાકીની જિંદગીમાં પોઝિટિવિટી જળવાઈ રહે.
સંજય બી. જુમાનીએ એમ પણ જણાવ્યું કે, ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી સોનમ કપૂરની જેમ તેનો દીકરો વાયુ પણ બોલિવુડમાં એન્ટ્રી લેશે. તેમણે કહ્યું, “વાયુ ખૂબ રોમેન્ટિક અને ક્રિએટિવ વ્યક્તિ બનશે.” ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરે ૨૦૧૮માં બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.
સોનમે અગાઉ જણાવ્યું હતું કે, તેણે બેબી પ્લાનિંગ ક્યારનું કરવાનું વિચાર્યું હતું પરંતુ મહામારીના કારણે વિલંબ થયો હતો. વાયુ કપૂર આહુજા સોનમ અને આનંદનું પહેલું સંતાન છે.SS1MS