પતિ આનંદ આહુજા સાથે મુંબઈ આવી રહી છે સોનમ

મુંબઈ, એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજા ખૂબ જલ્દી માતા-પિતા બનવાના છે. એક્ટ્રેસની ડ્યૂ ડેટ ઓગસ્ટ મહિનામાં છે. મોમ-ટુ-બીએ હાલમાં જ અંગત મિત્રો સાથે લંડનમાં બેબી શાવર એન્જાેય કર્યું હતું. પ્રેગ્નેન્સી રહ્યા બાદ કપલે ભાગ્યે જ થોડો સમય મુંબઈમાં વિતાવ્યો છે. સોનમ અને આનંદ બાળકના જન્મ પહેલા આજે (૬ જુલાઈ) મુંબઈ આવી રહ્યા છે.
એક્ટ્રેસના કાકા સંજય કપૂરે પુષ્ટિ કરી હતી કે, કપલ મુંબઈ આવી રહ્યું છે. તેણે તેમ પણ કહ્યું હતું કે, તે તેમને મળવા માટે ઉત્સાહિત છે. આ સિવાય તેણે હાલમાં સોનમના લંડન સ્થિત ઘરમાં થયેલા રિયુનિયન વિશે પણ વાત કરી હતી. સંજય કપૂરે કહ્યું હતું ‘મોમ-ટુ-બી તરીકે સોનમ સુંદર લાગી રહી હતી અને તેને આ રીતે જાેઈને મને ખુશી થઈ હતી’.Sonam is coming to Mumbai with husband Anand Ahuja
સંજય કપૂર પત્ની મહીપ કપૂર અને દીકરા સાથે લંડન રજાઓ ગાળવા ગયો હતો. આ દરમિયાન તેઓ ત્રણેય ભત્રીજી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજાને મળવા તેમના ઘરે ગયા હતા.
એક્ટરે સોશિયલ મીડિયા પર આ દરમિયાનની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું ‘મારી સુંદર પ્રેગ્નેન્ટ ભત્રીજી અને આનંદને તેમના સુંદર ઘરે જાેઈને ખૂબ આનંદ થયો #family.
માર્ચ મહિનામાં સોનમ કપૂર અને આનંદ આહુજાએ મેટરનિટી ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ગુડન્યૂઝ આપ્યા હતા. આ સાથે લખ્યું હતું સોશિયલ મીડિયા પર ખબર આપતાં સોનમ કપૂરે લખ્યું હતું ‘ચાર હાથ. જેના દ્વારા અમે તને શ્રેષ્ઠ ઉછેર આપવાની કોશિશ કરીશું. બે હૃદય. જે દરેક પગલે તારા ધબકારા સાથે એકરાગ થઈને ધબકશે.
એક પરિવાર જે તને અપાર પ્રેમ અને સહકાર આપશે. તારા આગમનની રાહ નથી જાેઈ શકતાં’. સોનમ કપૂર પ્રેગ્નેન્ટ છે અને અનિલ કપૂર નાના બનવાના છે, ત્યારે તેમની ખુશીઓનું પણ ઠેકાણું નથી.
ઈટાઈમ્સ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું ‘મેં મારા જીવનના દરેક તબક્કાને એન્જાેય કર્યા છે. સોનમે તેની મમ્મી સુનિતાને ફોન કર્યો હતો અને ખુશખબરી આપી હતી. હું ત્યાં જ બેઠો હતો. મેં પણ સોનમ સાથે વાત કરી હતી. મને ખુશી થઈ હતી. મારી આંખમાં આંસુ આવી ગયા હતા’.SS1MS