Western Times News

Gujarati News

સોનમ કપૂર અને આનંદ આહુજા લંચ માટે નીકળ્યા

મુંબઈ, લિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ તેની પ્રેગ્નેન્સીને ખૂબ એન્જાેય કરી રહી છે. તેણે થોડા દિવસો પહેલા જ બેબી શાવર ઓર્ગેનાઈઝ કર્યું હતું. હવે સોનમ કપૂર ફરી એકવખત પોતાના કેટલાંક ખાસ મિત્રો સાથે બેબી શાવર ઓર્ગેનાઈઝ કરવાની હતી પણ છેલ્લી ઘડીએ પોતાનું બેબી શાવર કેન્સલ કરવું પડ્યું. કારણકે, સોનમ કપૂર પોતાની બહેન રિયા કપૂર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવા માગતી હતી.

સોનમ કપૂર રવિવારનો સમય પોતાના પતિ આનંદ આહુજા અને બહેન રિયા કપૂર સાથે પસાર કરવા માગતી હતી માટે તેણે બેબી શાવરનું પ્લાનિંગ રદ કર્યું હોવાનું જાણવા મળે છે.

અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે સોનમ કપૂરના બેબી શાવરના ગેસ્ટ લિસ્ટમાં કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, કપૂર પરિવાર, અર્જુન, ખુશી અને જાન્હવી કપૂર સામેલ હતા. આ પાર્ટીનું આયોજન બાંદ્રામાં માસી કવિતા સિંહના બંગલે થવાની પણ વાત હતી.

ફરાહ ખાને જણાવ્યું કે, કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા સોનમ કપૂરનું બેબી શાવર કેન્સલ કરવાનો ર્નિણય લેવાયો છે કે જેથી માતા અને બાળક બંને સુરક્ષિત રહે. ફરાહ ખાને મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં આ વાત જણાવી છે.

તેણે ફોટોગ્રાફર્સને એવું પણ કહ્યું કે સોનમ કપૂરનું બેબી શાવર કેન્સલ કરવામાં આવ્યું છે અને હવે અમે બપોરે લંચ કરવા માટે જઈ રહ્યા છીએ.

થોડા દિવસ પહેલા જ મહેમાનોને ક્સ્ટમાઈઝ્‌ડ હેમ્પર મોકલવામાં આવ્યા હતા અને બેબી શાવર એક્ટ્રેસના માસી કવિતા સિંહના બાંદ્રા સ્થિત બંગલોમાં થવાનું હતું. આ એ જ જગ્યા છે જ્યાં સોનમ અને આનંદના લગ્ન થયા હતા. જાે કે, કોવિડ ૧૯ના વધતા જતાં કેસને જાેતાં પરિવારે ખાસ કરીને મોમ-ટુ-બી અને બાળક હેલ્થ ઈશ્યૂને ધ્યાનમાં રાખતા બેબી શાવર નહીં યોજવાનું નક્કી કર્યું હતું.

સોનમ કપૂર ઓગસ્ટમાં બાળકને જન્મ આપવાની છે. ૨૦૧૮માં તેણે આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા આશરે ત્રણ વર્ષ સુધી બંને એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. કપલની પહેલી મુલાકાત ૨૦૧૫માં થઈ હતી, જ્યાં એક્ટ્રેસ ફિલ્મને પ્રમોટ કરવા માટે ગઈ હતી.

પ્રેગ્નેન્સીની શરૂઆતમાં જ સોનમ કપૂરે તેની અપકમિંગ ફિલ્મ ‘બ્લાઈન્ડ’નું શૂટિંગ આટોપ્યું હતું. શોમ મખીજાના ડિરેક્શનમાં બનેલી અને સુજાેય ઘોષે પ્રોડ્યૂસ કરેલી આ થ્રિલર ફિલ્મમાં સોનમ અંધ યુવતીના પાત્રમાં જાેવા મળશે. આ માટે એક્ટ્રેસે કોચ પાસેથી તાલીમ પણ લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.