સોનમ કપૂર અને દીકરાનું નાના અનીલના ઘરે કરાયું ભવ્ય સ્વાગત

મુંબઈ, કપૂર અને આહુજા પરિવારમાં હાલ આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ છે, હોય પણ કેમ નહીં? તેમના પરિવારમાં નાનકડા મહેમાનનું આગમન થયું છે તો. ૨૦ ઓગસ્ટના રોજ સોનમ કપૂર અને આનંદ આહુજા મમ્મી-પપ્પા બન્યા અને તેમના ઘરે દીકરાનો જન્મ થયો.
ડિલિવરીના છ દિવસ બાદ શુક્રવારે જ્યારે એક્ટ્રેસને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી તો અનિલ કપૂર અને આખા પરિવારે મા-દીકરાના સ્વાગતની જાેરદાર તૈયારીઓ કરીને રાખી હતી.
પહેલીવાર માસી બનેલી એક્ટ્રેસની બહેન રિયા કપૂર અને નાની સુનિતા કપૂરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમણે કેવી રીતે બેબી કપૂર આહુજાનું સ્વાગત કર્યું હતું તેની ઝલક દેખાડી છે, જેમાં તેને આપવામાં આવેલા હુલામણા નામનો પણ ખુલાસો થયો છે.
રિયા કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે વીડિયો શેર કર્યો છે, તેમાં ઘરમાં વાદળી અને પીચ કલરના બલૂન્સથી ડેકોરેશન કરેલું જાેઈ શકાય છે. આ સિવાય એક મોટા બલૂન પર ‘બેબી કપૂર આહુજા’ પણ લખેલું છે. ઘરના મુખ્ય દ્વાર પર એક તોરણ લગાવવામાં આવ્યું છે, જેમાં ‘વેલકમ હોમ’ લખેલું જાેઈ શકાય છે.
આ સિવાય બીજા વીડિયોમાં ઘરના એક ખૂણાને પણ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. આ સાથે લખ્યું છે ‘અમારા સિમ્બા તારું સ્વાગત છે’. નાની સુનિતા કપૂરે પણ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાંથી એક તસવીર ગણપતિ બાપ્પાની છે, જેમને ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો છે.
શુક્રવારે જ્યારે સોનમ કપૂરને ડિસ્ચાર્જ કરવામાં આવી ત્યારે અનિલ કપૂરના ઘર બહાર મોટી સંખ્યામાં ફોટોગ્રાફર્સ ભેગા થયા હતા. નાના અનિલ અને પપ્પા આનંદ તેમને મળવા માટે બહાર આવ્યા હતા, આટલું જ નહીં ત્યાં હાજર દરેકને મીઠાઈના એક-એક બોક્સ આપ્યા હતા. ઘરની અંદર પ્રવેશતા પહેલા તેમણે કેમેરા સામે પોઝ આપીને ફોટોગ્રાફર્સને ખુશ કરી દીધા હતા.
શનિવારે સોનમ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને તેના ઘરે દીકરાનો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું. ‘૨૦.૦૮.૨૦૨૨ના રોજ અમે ખુલ્લા દિલ અને જાેડેલા હાથ સાથે અમારા સુંદર દીકરાનું સ્વાગત કર્યું.
આ જર્ની દરમિયાન અમને સાથ આપનારા તમામ ડોક્ટર્સ, નર્સ, મિત્રો અને પરિવારનો આભાર માનીએ છીએ. આ માત્ર શરૂઆત છે પણ અમને ખબર છે કે અમારી જિંદગી કાયમ માટે બદલાઈ ગઈ છે. સોનમ અને આનંદ’. જણાવી દઈએ કે, આશરે ત્રણ વર્ષના ડેટિંગ બાદ સોનમ અને બિઝનેસમેન આનંદના ૨૦૧૮માં મુંબઈમાં ધામધૂમથી લગ્ન થયા હતા. કપલે માર્ચ, ૨૦૨૨માં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.SS1MS