દીકરાના જન્મના ૬૦ દિવસ પછી સોનમે શરૂ કર્યું વર્કઆઉટ

મુંબઈ, દીકરા વાયુના જન્મ પછી એક્ટ્રેસ સોનમ કપૂર ફરી એકવાર પોતાની ફિટનેસ પર ધ્યાન આપવા માટે તૈયાર થઈ ગઈ છે. સોનમ કપૂર અને આનંદ આહુજાનો દીકરો વાયુ કપૂર આહુજા હવે બે મહિનાનો થઈ ગયો છે. દીકરો બે મહિનાનો થતાં સોનમે પોતાનું ફિટનેસ રૂટિન ફરી શરૂ કર્યું છે. પ્રેગ્નેન્સી પછી વધેલા વજનને ઘટાડીને ઓરિજિનલ સાઈઝમાં આવવા માટે સોનમ કપૂરે એક્સર્સાઈઝ શરૂ કરી છે.
સોનમ કપૂરે પોતાના વર્કઆઉટનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સોનમ કપૂરે વર્કઆઉટનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું, ચાલો શરૂ કરીએ. મારી પ્રેગ્નેન્સી જર્ની દરમિયાન અને હવે ડિલિવરી પછીની જર્નીમાં મારી મદદ કરવા માટે આભાર. મારી પ્રેગ્નેન્સી દરમિયાન મને ફિટ રાખવામાં તમે મદદ કરી છે. આ વિડીયોમાં સોનમ કપૂરની ‘વર્કિંગ મોમ’ લાઈફની પણ ઝલક જાેવા મળે છે.
સોનમ વિડીયોમાં કહે છે કે, ‘વર્કિંગ મોમની જિંદગીમાં સતત થાક રહે છે પરંતુ તેની સાથે ઉત્સાહ અને આશીર્વાદ પણ રહેલા છે.’ સોનમ કપૂરે વિડીયોમાં જણાવ્યું કે, તેનો પતિ આનંદ આહુજા તેના માટે ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંક બનાવતો રહે છે.
તેના રૂટિન વિશે વાત કરતાં સોનમે કહ્યું, “મીટિંગ પછી બેબી ફીડિંગ, બીજી મીટિંગ અને ફરી ફીડિંગ, જમવાનું, ઊંઘવાનું અને પંપ કરવાનું.” આનંદ આહુજાએ આ વિડીયો પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘એકદમ ક્યૂટ. આખા વિડીયો દરમિયાન હસતો રહ્યો.’ રિયાના પતિ કરણ બુલાનીએ પણ તાળીઓ પાડતા ઈમોજી સાથે સોનમનો ઉત્સાહ વધાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર અને આનંદ આહુજાના દીકરા વાયુનો જન્મ ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ થયો છે. સોનમ અને આનંદે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા અને લગ્નના ચાર વર્ષ બાદ તેઓ પેરેન્ટ્સ બન્યા છે. સોનમ કપૂર પ્રેગ્નેન્સી દરમિયાન પતિ સાથે લંડનમાં રહેતી હતી.
પરંતુ ડિલિવરીના થોડા મહિના પહેલા મુંબઈ પિતા અનિલ કપૂરના ઘરે આવી પહોંચી હતી. હાલ સોનમ અને તેનો દીકરો અનિલ કપૂરના ઘરે જ છે.SS1MS