સોનમ પતિ સાથે સિંગર અડેલના કોન્સર્ટમાં ઝૂમતી જોવા મળી

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ પોતાના પ્રેગ્નેન્સીના છેલ્લા મહિનાઓ લંડનમાં ગાળી રહી છે. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે લંડનમાં રહે છે. શનિવારે લંડનના હાઈડ પાર્કમાં સિંગર અડેલનો કોન્સર્ટ યોજાયો હતો. જનમેદનીથી ખીચોખીચ ભરેલા હાઈડ પાર્કમાં અડેલે પોતાના નવા આલ્બમ ‘૩૦’ ઉપરાંત તેના જૂના ગીતો પર પણ પર્ફોર્મ કર્યું હતું.
અડેલના ગીતો પર ઝૂમનારી મેદનીમાં પ્રેગ્નેન્ટ સોનમ કપૂર અને પતિ આનંદ આહુજા પણ સામેલ હતા. સોનમ કપૂરના ફ્રેન્ડ ઈમરાન અમેદે ઈન્સ્ટાગ્રામ પર કોન્સર્ટના કેટલાક વિડીયો અને તસવીરો શેર કર્યા છે જેમાં સોનમ અને આનંદ કોન્સર્ટની મજા માણતાં દેખાઈ રહ્યા છે.
ગ્રેમી અવોર્ડ વિજેતા સિંગર અડેલે ૨૦૧૧નું પોતાનું હિટ ગીત ‘સમવન લાઈક યુ’ ગાયું ત્યારે સોનમ અને આનંદ પણ તેના સૂરમાં સૂર પુરાવતા નજરે પડ્યા હતા.
અડેલના કોન્સર્ટના વિવિધ વિડીયો અને ફોટોઝ શેર કરતાં ઈમરાને લખ્યું, “લંડનના હાઈડ પાર્કમાં ગત રાત્રે મારા અનોખા પરિવાર સાથે અડેલનું ખાસ પર્ફોર્મન્સ માણ્યું.” વિડીયોમાં જાેઈ શકાય છે કે, સોનમ પતિ આનંદના ગળા ફરતે હાથ વીંટાળીને ઊભી છે.Sonam was seen buzzing at Singer Adele’s concert with her husband
આસપાસ અડેલના ફેન્સ જાેવા મળી રહ્યા છે. મોમ-ટુ-બી સોનમે બ્લેક રંગનો આઉટફિટ અને ચશ્મા પહેર્યા હતા. જ્યારે આનંદ પણ બ્લેક રંગની ટી-શર્ટ અને કેપમાં જાેવા મળી રહ્યો છે. બ્રિટિશ સમર ટાઈમ હાઈડ પાર્ક મ્યૂઝિક ફેસ્ટિવલમાં પાંચ વર્ષ બાદ અડેલ પર્ફોર્મ કરી રહી હતી. પોતાના હોમટાઉનમાં પર્ફોર્મ કરવા આવેલા અડેલે કોન્સર્ટ માટે બ્લેક રંગના ગાઉન પર પસંદગી ઉતારી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, જૂન મહિનામાં બેબીમૂન પૂરું કર્યા બાદ સોનમ કપૂર લંડન સ્થિત પોતાના ઘરે રહે છે. જૂનમાં જ સોનમ કપૂરનું બેબી શાવર યોજાયું હતું જેમાં તેની બહેન રિયા કપૂર ઉપરાંત મિત્રો હાજર રહ્યા હતા. સોનમના બેબી શાવરમાં સિંગર લિયો કલ્યાણે ખાસ પર્ફોર્મન્સ આપ્યું હતું. સોનમ અને આનંદે માર્ચ ૨૦૨૨માં પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સોનમ ઓગસ્ટ મહિનામાં પહેલા સંતાનને જન્મ આપવાની છે.SS1MS