Western Times News

Gujarati News

સોનાટાએ ‘વેડિંગ કલેક્શન’ લોંચ કર્યું

લગ્નનાં દિવસે વરરાજા અને નવવધૂ માટે સુંદર રીતે બનાવેલી ઘડિયાળોની વિશિષ્ટ રેન્જ

ટાઇટન કંપની લિમિટેડની ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી વોચ બ્રાન્ડ સોનાટા નવા અને ક્લાસી સોનાટા વેડિંગ કલેક્શન સાથે લગ્નગાળામાં નવદંપતિઓને આકર્ષવા સજ્જ છે. આધુનિક ડિઝાઇન સાથે નવા કલેક્શનનો ઉદ્દેશ લગ્નની આ સિઝનમાં પુરુષો અને મહિલાઓ એમ બંને માટે સુંદર રીતે બનાવેલી વોચ ઓફર કરવાનો છે.

આ કલેક્શન સુંદરતાનાં પાસાંઓ સાથે હાથથી બનાવેલી ડિઝાઇનમાં સોનાટાની કુશળતાનું પ્રતીક છે. ગોલ્ડ અને રોઝ ગોલ્ડ પ્લેટિંગ સાથે વેરિઅન્ટ સંપૂર્ણ વેડિંગ લૂકની શોભા વધારશે. કલેક્શન શહેરમાં આધુનિક અને છટાદાર દંપતિને ચર્ચાનું કેન્દ્ર બનાવશે અને સુંદરતા પ્રસ્તુત કરે છે.

મહિલાઓનું કલેક્શન નવવધૂનાં પોશાકમાં પૂરક છે. વિવિધ સુંદર વોચ ભારતીય જ્વેલરી અને ડિકોરમાં વ્યાપકપણે ઉપયોગ થતાં મેટલનાં લાસવર્ક સ્વરૂપ ફિલિગ્રીથી પ્રેરિત છે. આ વિવિધ વોચ ટૂ કેસ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે તથા ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને સિલ્વર સ્ટ્રેપ્સની રેન્જ ધરાવે છે.

પુરુષોનું કલેક્શન સમકાલિન ડિઝાઇન માટે આધુનિક વરરાજાને અનુરૂપ છે. આ વિવિધ વોચ ડોમ ગ્લાસ ડાય ધરાવે છે, જે ડોમ આર્કિટેક્ચરથી પ્રેરિત છે. વળી એનાં કેસ સુંદર ડિઝાઇન, લેધરનાં સુંદર પટ્ટા અને પ્રીમિયમ લૂક માટે રોઝ ગોલ્ડ બાય-મેટલ પટ્ટા ધરાવે છે. 10 વેરિઅન્ટ

સાથે વેડિંગ કલેક્શન એની ડિઝાઇન અને ગુણવત્તામાં  પ્રીમિયમ છે.

વેડિંગ કલેક્શનની કિંમત રૂ. 1399થી રૂ. 2299 વચ્ચે છે, જે હવે ઓથોરાઇઝ ડિલર વર્લ્ડ ઓફ ટાઇટન સ્ટોર્સ, titan.co.in અને મુખ્ય ઇકોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.