ચાર રાજ્યોની સીમાને સ્પર્શે છે સોનભદ્ર જિલ્લો
નવી દિલ્હી, ભારતના દરેક રાજ્યમાં ઘણા જિલ્લાઓ છે, પરંતુ જ્યારે ભૌગોલિક વિશેષતાની વાત આવે છે, તો ઉત્તર પ્રદેશના એક વિશેષ જિલ્લાનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ યુપીના ખાસ જિલ્લા સોનભદ્ર જિલ્લાની. સોનભદ્ર વિસ્તારની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશનો બીજાે સૌથી મોટો જિલ્લો છે પરંતુ, સામાન્ય જ્ઞાનના પ્રશ્નોમાં તેનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે.
હકીકતમાં, સોનભદ્ર એ ભારતનો એક અનોખો જિલ્લો છે જે એક સાથે ચાર રાજ્યોની સરહદોને સ્પર્શે છે. આ વિશેષતાને લીધે જ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સોનભદ્રને લઈને સવાલ પુછવામાં આવે છે. સોનભદ્ર આમ તો ઉત્તર પ્રદેશમાં આવે છે પરંતુ, સીમા મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢને પણ મળે છે.
સોનભદ્ર ખાણકામની બાબતમાં પણ ખૂબ પ્રખ્યાત છે કારણ કે અહીં કૈમુરની પહાડીઓમાં ખનીજાેનું ખોદકામ કરવામાં આવે છે અને ખનીજાેનું મોટા પ્રમાણમાં ખનન થાય છે. સોનભદ્ર વિસ્તારમાં બોક્સાઈટ, લાઈમસ્ટોન, કોલસો અને સોનાનું પણ મોટા પ્રમાણમાં ખાણકામ કરવામાં આવે છે.
૧૯૮૯ પહેલા સોનભદ્રનો સમાવેશ માત્ર મિર્ઝાપુર જિલ્લામાં જ હતો. પરંતુ, ૧૯૯૮માં તેને અલગ કરીને સોનભદ્ર નામ આપવામાં આવ્યું. સોનભદ્રનું નામ તેના કાંઠે વહેતી નદી પરથી પડ્યું. અહીં, સોન નદી જિલ્લાના કાંઠે વહે છે અને તે પછી, જિલ્લાને સોનભદ્ર કહેવામાં આવે છે. આ જિલ્લામાં માત્ર સોન નદી જ નહીં, પરંતુ કન્હાર અને પંગનની સાથે રિહંદ નદી પણ વહે છે.
એવું કહેવાય છે કે સોનભદ્ર વિંધ્ય અને કૈમુર પહાડીઓની વચ્ચે આવેલું છે અને આ જ કારણ છે કે તેની સુંદરતા જાેવા લાયક છે. પંડિત નેહરુ જ્યારે અહીં આવ્યા ત્યારે આ જિલ્લાની સુંદરતા જાેઈને તેમણે તેને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ નામ આપ્યું.
સોનભદ્રમાં હરિયાળી અને પર્વતોની સુંદરતા છે અને નદીઓના વહેતા પ્રવાહને પણ જાેઈ શકાય છે. અહીં એટલા બધા પાવર પ્લાન્ટ છે કે તેને પાવર કેપિટલ કહેવામાં આવે છે.SS1MS