અનુપમ ખેરની ફિલ્મમાં સોનુ નિગમ, શાનના ગીતો સાંભળવા મળશે

મુંબઈ, અનુપમ ખેર ફરી એક ફિલ્મ બનાવી રહ્યા છે, ‘તન્વી ધ ગ્રેટ’. આ ફિલ્મ પહેલાંથી જ ચર્ચામાં હતી, હવે આ ફિલ્મ અંગેનો ઉત્સાહમાં વધારો થયો છે, કારણ કે અનુપમ ખેરે તાજેતરમાં જ તેના સંગીત અને આ ફિલ્મમાં પોતાના અવાજ આપનારા ગાયકો વિશે જાહેરાત કરી છે. બોલિવૂડના દિગ્ગજ ગાયકો આ ફિલ્મમાં ગીતો ગાવાના છે.
અનુપમ ખેરની ‘તન્વી ધ ગ્રેટ’ ડિરેક્ટર તરીકે બીજી ફિલ્મ છે. આ પહેલા તેમણે ૨૦૦૨માં ‘ઓમ જય જગદીશ’ ફિલ્મ બનાવી હતી. હવે તેની આ ફિલ્મમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એમ એમ કિરવાણી સંગીત આપી રહ્યા છે. ત્યારે અનુપમ ખેરે જાહેરાત કરી છે કે શાન, સોનુ નિગમ, વિશાલ મિશ્રા, રાજ પંડિત, રામ્યા બેહરા, નયના નાયર જેવા ગાયકો હવે તેમની સાથે જોડાયાં છે.
આ સાથે શગુન સોઢી અને ગોમતિ ઐયર પણ ગાયક તરીકે આ ફિલ્મમાં ડેબ્યુ કરશે. અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કરેલી જાહેરાતમાં એવું પણ લખ્યું હતું કે આ ફિલ્મમાં એક ઇંગ્લિશ ગીત પણ છે, જે લોસ એન્જેલસના સિંગર શેનન અને ડર્ટી ગ્રિમ દ્વારા ગાવામાં આવશે.
આ જાહેરાત કરતા અનુપમ ખેરે લખ્યું હતું, “અનાઉન્સમેન્ટઃ તન્વી ધ ગ્રેટના અદ્દભુત ગાયકોના નામ જાહેર કરતા ખુબ ગૌરવ થાય છે. મેં એમએમ કિરવાણી સર સાથે લગભગ એક વર્ષ જેટલો સમય વિતાવ્યો છે અને ફિલ્મનું શૂટ શરૂ થાય એ પહેલાં અમે આ ફિલ્મનાં બઘાં ગીતો રેકોર્ડ કરી નાખ્યા હતા.
કિરવાણી સરના જાદુ સિવાય અમારી પાસે દેશના સૌથી સુરીલાં ગાયકોનું સંગીત છે.”આ ગાયકો વિશે આગળ તેમણે લખ્યું,“અમારા ગાયકોમાં લિજેન્ડ્ઝ અને નવા ગાયકોનું સારું મિશ્રણ છે.
સોનુ નિગમ અને શાન લિજેન્ડ્રી ગાયકો હુવાની સાથે મારા સારા મિત્રો પણ છે. વિશાલ મિશ્રા એક અતિ લોકપ્રિય ગાયક છે. જ્યારે રાજ પંડિતના દિલથી ગવાતા ગીતો તો એ નાનો બાળક હતો ત્યારથી હું સાંભળતો આવ્યો છું.
નયના અને રામ્યા ઇન્ડસ્ટ્રીના ઉગતા સિતારાઓ છે. શગુન અને ગોમતી અદ્દભુત અવાજ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે.” તેમણે એમ પણ લખ્યું હતું કે એમ એમ કિરવાણી પણ આ ફિલ્મ માટે કેટલાંક ગીતો ગાશે, એ ઉપરાંત અન્ય એક ઓસ્કાર વિજેતા મ્યુઝિક ડિઝાઇનર રસુલ પુક્કુટ્ટી દ્વારા આ ફિલ્મનું મ્યુઝિક ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમણે સ્લમ ડોગ મિલિયોનર માટે એવોર્ડ મળ્યો હતો. તેમજ ગેમ ઓફ થ્રોન્સથી જાણીતો કલાકાર લેઇન ગ્લેન પણ આ ફિલ્મમાં જોવા મળશે.SS1MS