પીડિતોનો અવાજ દબાવવો શું નવો રાજધર્મ છેઃ સોનિયા
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ ત્રણ કૃષિ કાયદા, કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવો, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને અનુસૂચિત જાતિ પર કથિત અત્યાચારના મામલા પર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, ગરીબો-વંચિતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, શું આ નવો રાજધર્મ છે. સોનિયાએ હાલમાં સરકાર દ્વારા લાગૂ ત્રણ કૃષિ કાયદાને કૃષિ વિરોધી કાયદા કહેતા આરોપ લગાવ્યો કે હરિત ક્રાંતિથી મેળવેલા ફાયદાને સમાપ્ત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કોંગ્રેસ મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરતા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે, દેશમાં એવી સરકાર છે
જે દેશના નાગરિકોના અધિકારીને મુઠ્ઠીભર અબજોપતિઓને સોંપવા ઈચ્છે છે. પાછલા મહિને કોંગ્રેસે સંગઠનના સ્તર પર મોટા ફેરફાર બાદ સોનિયા ગાંધીએ પ્રથમવાર મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. હાલમાં પસાર કૃષિ કાયદાને લઈને સરકારને ઘેરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપની સરકારના આ કાયદાથી ભારતની ફ્લેક્સિબલ કૃષિ આધારિત અર્થવ્યવસ્થાના પાયા પર હુમલો કર્યો છે. ગાંધીએ કહ્યું હરિત ક્રાંતિથી મળેલા ફાયદાને સમાપ્ત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કરોડો ખેતમજૂરો, ભાગીદારો, ભાડૂતો, નાના અને સીમાંત ખેડુતો, નાના દુકાનદારોની રોજી-રોટી પર હુમલો થયો છે.
આ ષડયંત્રને મળીને નિષ્ફળ કરવું આપણું કર્તવ્ય છે. રાષ્ટ્રપતિ કોવિંદે હાલમાં ત્રણેય કાયદાને મંજૂરી આપી હતી. ગાંધીએ દાવો કર્યો કે બંધારણ અને લોકશાહીની પરંપરા પર સમજી વિચારીને હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે બેઠકમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં કહ્યું કે, કોરોના વાયરસ મહામારીએ ન માત્ર મજૂરોને ઠાકરો ખાવા મજબૂર કર્યાં, પરંતુ સાથે સાથે દેશને મહામારીની આગમાં હોમી દેવામાં આવ્યો. ગાંધીએ કહ્યું આપણે જોયું કે યોજનાના અભાવમાં કરોડો પ્રવાસી શ્રમિકોનું સૌથી મોટું પલાયન થયું અને સરકાર તેમની દુર્દશા પર મૂકદર્શન બની રહી.