ગુલશન કુમાર પરની બાયાપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
મુંબઈ, ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા ૩’ની સફળતાનો આનંદ માણે છે. તાજેતરમાં તેમણે તેમની આવનારી ફિલ્મ પિતા ગુલશનકુમારની બાયાપિક વિશે પણ વાત કરી હતી. જોકે, આ ફિલ્મ વિશે ઓફિશિયલી કોઈ જાહેરાત થઈ નથી.
પરંતુ આ ફિલ્મ અંગે ઘણી ચર્ચા હતી, કારણ કે તેમાં આમિર ખાન લીડ રોલમાં હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ભુષણ કુમારે કહ્યું હતું કે તેમની પાસે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ હતી, પરંતુ તેમના માતા સહમત ન હોવાથી કામ આગળ વધ્યું નહીં. “અમે હજુ એ લખી રહ્યા છીએ.
અમારી સ્ક્રિપ્ટ પહેલાં તૈયાર જ હતી. અમે ભલે કોઈ ઓફિશિયલ જાહેરાત ન કરી હોય તેમ છતાં બધાં જાણતાં હતાં કે, આમિર ખાન તેનો ભાગ હતો. એ હજુ પણ આ કામ કરવા માગે છે, તે મને હંમેશા કહે છે કે તેણે વાંચેલી આ શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ છે.
પરંતુ અમારા પરિવાર તરફથી તેમાં થોડો ખચકાટ હતો, ખાસ કરીને મારા માતા, એ કોઈ અલગ દૃષ્ટિકોણથી આ વાર્તા કહેવા માગતી હતી અને અમે કોઈ બીજા દૃષ્ટિકોણથી લખી હતી.”આગળ ભૂષણકુમારે કહ્યું, “મારી માતા જે સ્ક્રિપ્ટ સાથે સહમત ન હોય તો હું મારા પિતા વિશે ફિલ્મ બિલકુલ બનાવી ન શકું.
એક વખત એ સહમત થશે, જે સમયાંતરે થવાના જ છે, ત્યારે દુનિયાને એક પ્રેરણાદાયી સ્ટોરી જોવા મળશે. અમે પહેલાની સ્ક્રિપ્ટ રદ નથી કરી, માત્ર એમાં થોડાં ફેરફાર કરી રહ્યા છીએ.
મારા મતા પણ ઇચ્છે છે કે જે લોકો તેમના વિશે નથી જાણતા એવી વાતો લોકોને જાણવા મળે.”૧૯૮૩માં ભુષણકુમારના પિતા ગુલશન કુમારે ટી-સિરીઝની સ્થાપના કરી હતી.
૧૯૯૦માં કંપનીએ ફિલ્મો પ્રોડ્યુસ કરવાની શરૂ કરી. તેમજ આ દેશની મ્યુઝિક પ્રોડ્યુસ કરતી સૌથી મોટી કંપની બની ગઈ. ૧૯૯૭માં ગુલશન કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.SS1MS