Western Times News

Gujarati News

રાજસ્થાનના સીએમ પર ગુસ્સે થયો સોનુ નિગમ

મુંબઈ, રાજસ્થાનમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૨૪ના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમે આ કાર્યક્રમમાં મનમોહક અંદાજમાં ગીતો ગાઈ લોકોનું મન મોહી લીધું હતું. જોકે, પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ સોનુ નિગમ નારાજ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ કરણી સેનાના પ્રમુખે પુષ્પા ૨ના મેકર્સને આપી ધમકી, ફિલ્મમાં ક્ષત્રિયોનું અપમાન થવાનો આરોપઆ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય દિગ્ગજ નેતાઓ ઉપલબ્ધ રહ્યા હતા.

પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ સોનુ નિગમ મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રી સાથે મંત્રીઓ અને નેતાઓ પર તૂટી ગુસ્સે થયો હતો. તેમજ સોનુ નિગમે તે લોકોને કાર્યક્રમમાં ભાગ ન લેવા સુધીની સલાહ આપી દીધી હતી.રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં સોનુ નિગમ પોતાના મનમોહક સંગીત સાથે માહોલ બનાવી રહ્યો હતો.

ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી, નેતા અને ડેલિગેટ્‌સ અચાનક અધવચ્ચેથી પ્રોગ્રામ છોડીને ચાલ્યા ગયા હતા. જેથી સોનુ નિગમ નારાજ થયો હતો. અને સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો હતો.સોનુ નિગમે નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર કહ્યું કે, જો તમારે જવું જ હતું તો, પહેલાં જ જતું રહેવું હતું. શોને અધવચ્ચે છોડીને ચાલ્યા જવું યોગ્ય નથી.

હું જાણું છું કે, તમારી પાસે બહુ કામ છે, પરંતુ કલાનું સન્માન તમે જ નહીં કરો તો કોણ કરશે? વધુમાં કહ્યું કે, શો સરસ ચાલી રહ્યો હતો, અને તમે અધવચ્ચે ઉભા થઈને ચાલ્યા ગયા. આ પ્રકારનું વર્તન દુનિયામાં ક્યાંય નથી થતું. અમેરિકામાં પણ આવું નથી થતું. જો તમારે પ્રોગ્રામમાં બેસવું જ ન હોય તો શો શરૂ થાય તે પહેલાં જ જતા રહો. અથવા તો ભાગ જ ન લેશો.

રાજસ્થાન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૨૪ની શરૂઆત ધમાકેદાર રહી હતી. જે રાજ્યમાં રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષિત કરે છે. જેની શરૂઆતમાં રાજસ્થાનની વીરગાથાઓ અને સાંસ્કૃતિક વારસા આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો મારફત થઈ હતી.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, નાયબ મુખ્યમંત્રી ડો. પ્રેમચંદ બૈરવા, રાજ્યસભા સાંસદ મદન રાઠોડ, મુખ્ય સચિવ સુધાંશ પંત સહિત દેશ-વિદેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.